ગુવાહાટી
ઓસ્ટ્રેલિયાએ બીજી 20-20 મેચમાં ભારતને 8 વિકેટે પરાજય આપ્યો હતો.પહેલી બેટીંગ કરતાં ભારતની ટીમ માત્ર 118 રનમાં ઓલઆઉટ થઇ જતાં ઓસ્ટ્રેલિયાનો વિજય આસાન બન્યો હતો.ઓસ્ટ્રેલિયાના ફોસ્ટ બોલર જેસન બેહનડ્રોફે ધમાકેદાર બોલિંગ કરીને શરૂઆતમાં 4 વિકેટ લેતાં ભારતની ટીમ સસ્તામાં પેવેલીયન ભેગી થઇ હતી.ભારતના શરૂઆતી બેટ્સમેનો રાહુલ શર્મા(8),શીખર ધવન(2),કોહલી(0) અને પાંડે(6) રને આઉટ થયાં હતા.
ભારત તરફથી કેદાર જાદવે 27 અને હાર્દિક પંડ્યાએ 25 રન કરતાં સ્કોર ભારત ત્રણ આંકડાને પસાર કરી શક્યું હતું.બોલર કુલદીપ યાદવે પણ 16 રન કરીને ભારતની સ્થિતિ સુધારી હતી.
જો કે આટલાં ઓછા સ્કોર સામે ઓસ્ટ્રેલિયાએ પણ ઓપનરો ફિન્ચ(8) અને વોર્નર(2)ને સસ્તામાં ગુમાવી દેતાં ભારત માટે જીતની આશા બંધાઇ હતી.જો કે એ પછી નંબર 3 પર આવેલા હેન્રીક્સએ 46 બોલમાં 68 રન અને હેડએ 34 બોલમાં 48 રન કરતાં જીતનું લક્ષ્ય 15 ઓવરમાં જ પુરૂ થઇ ગયું હતું.
ભારત તરફથી બુમરાહ અને ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયાની આ જીત સાથે જ ત્રણ મેચની સિરીઝ 1-1થી બરાબર થઇ ગઇ છે