Worldcup/ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રનથી હરાવ્યું,એડમ ઝમ્પાએ ચાર વિકેટ લીધી

પાકિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નર અને મિશેલ માર્શની સદીની મદદથી 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 367 રન બનાવ્યા હતા.

Top Stories Sports
6 1 8 ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રનથી હરાવ્યું,એડમ ઝમ્પાએ ચાર વિકેટ લીધી

વર્લ્ડ કપ 2023ની 18મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રનથી હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાની ટુર્નામેન્ટમાં સતત બીજી જીત છે, જ્યારે પાકિસ્તાનની સતત બીજી હાર છે.પાકિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નર અને મિશેલ માર્શની સદીની મદદથી 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 367 રન બનાવ્યા હતા. વોર્નર અને મિશેલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 259 રનની ભાગીદારી થઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે 163 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ પાંચ વિકેટ લીધી હતી. જેના જવાબમાં પાકિસ્તાને સારી શરૂઆત કરી છે. અબ્દુલ્લા શફીક અને ઈમામ ઉલ હક વચ્ચે પ્રથમ વિકેટ માટે 134 રનની ભાગીદારી થઈ હતી. ઈમામે 70 રન અને શફીકે 64 રનની ઈનિંગ રમી હતી.

પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમને ઓપનરો તરફથી જોરદાર શરૂઆત મળી હતી. મિચેલ માર્શ અને ડેવિડ વોર્નર વચ્ચે પ્રથમ વિકેટ માટે 259 રનની ભાગીદારી છે. મિચેલ માર્શ 108 બોલમાં 121 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી બીજા જ બોલ પર ગ્લેન મેક્સવેલ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો.