પાકિસ્તાનના પ્રવાસ માટે ઓસ્ટ્રલિયાની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે આ ટીમના દિગ્ગજ ખેલાડીઓને ટીમમાં સમાવવામાં આવ્યા નથી. પેટ કમિન્સ, ડેવિડ વોર્નર, ગ્લેન મેક્સવેલ, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવૂડ જેવા મોટા ખેલાડીઓ પાકિસ્તાન પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની વનડે ટીમમાં સમાવેશ કરાયો નથી. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન પ્રવાસ માટે મજબૂત ટેસ્ટ ટીમ પસંદ કરી છે, પરંતુ ઘણા દિગ્ગજ ખેલાડીઓને ODI ટીમમાંથી આરામ આપવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયાની જાહેર કરેલ ટીમ
એરોન ફિન્ચ (કેપ્ટન), સીન એબોટ, એશ્ટન અગર, જેસન બેહરેનડોર્ફ, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, બેન મેકડર્મોટ, કેન રિચાર્ડસન, સ્ટીવ સ્ક્વોર્ડ માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝમ્પા.
પ્રવાસનો કાર્યક્રમ
1લી ટેસ્ટ મેચ, 4-8 માર્ચ, રાવલપિંડી
બીજી ટેસ્ટ મેચ, 12-16 માર્ચ, કરાચી
ત્રીજી ટેસ્ટ મેચ, 21-25 માર્ચ, લાહોર
પ્રથમ વન-ડે ઇન્ટરનેશનલ, 29 માર્ચ, રાવલપિંડી
2જી વન-ડે ઇન્ટરનેશનલ, 31 માર્ચ, રાવલપિંડી
3જી વન-ડે ઇન્ટરનેશનલ, 2 એપ્રિલ, રાવલપિંડી
T20 ઇન્ટરનેશનલ, 5 એપ્રિલ, રાવલપિંડી