Not Set/ ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીએ ટી-20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ

ઓસ્ટ્રેલિયાનાં હોવમાં એલિસ પેરીનાં અણનમ 47 રનનાં કારણે, કાંગારૂ ટીમે બીજી ટી-20 માં ઇંગ્લેન્ડની મહિલા ટીમને પરાજિત કરી ફરી એકવાર શ્રેણી પોતાના નામે કરી લીધી છે. પેરીએ આ મેચમાં ક્રિકેટ ઇતિહાસનો એક એવો રેકોર્ડ બનાવ્યો હતો, જેને હજી સુધી કોઈ મહિલા કે પુરુષ ક્રિકેટર સ્પર્શી પણ શક્યો નથી. પેરી આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં 1,000 રન અને […]

Uncategorized
alessa ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીએ ટી-20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ

ઓસ્ટ્રેલિયાનાં હોવમાં એલિસ પેરીનાં અણનમ 47 રનનાં કારણે, કાંગારૂ ટીમે બીજી ટી-20 માં ઇંગ્લેન્ડની મહિલા ટીમને પરાજિત કરી ફરી એકવાર શ્રેણી પોતાના નામે કરી લીધી છે. પેરીએ આ મેચમાં ક્રિકેટ ઇતિહાસનો એક એવો રેકોર્ડ બનાવ્યો હતો, જેને હજી સુધી કોઈ મહિલા કે પુરુષ ક્રિકેટર સ્પર્શી પણ શક્યો નથી. પેરી આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં 1,000 રન અને 100 વિકેટ લેનાર પ્રથમ ક્રિકેટર બની ગઇ છે.

06perry ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીએ ટી-20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ

પેરીએ નવેમ્બરમાં વર્લ્ડ ટી-૨૦ ની ફાઇનલમાં, સાઇવરને આઉટ કરી પોતાની 100 મી વિકેટ મેળવી હતી અને રવિવારે ઇંગ્લેન્ડ વિરુદ્ધ તેની 47 રનની મેચ વિજયી ઇનિંગ્સ દરમિયાન તેણે 1,000 રન પણ પૂરા કર્યા હતા. વન ડે ક્રિકેટમાં પોતાની છાપ છોડી ચૂકેલી પેરી હવે ટી-20 ક્રિકેટમાં પણ છવાઇ ગઇ છે. જો કે, તે બેટિંગ કરતા મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહી છે. પેરીએ અત્યાર સુધીમાં 60 ટી-20 ઇનિંગ્સમાં ફક્ત ત્રણ અર્ધસદી ફટકારી છે, પરંતુ તેમ છતાં, તે સૌથી ઝડપી સમયમાં 1,000 રનને પાર કરવામાં સફળ રહી છે.

GettyImages 875240330 e1513863372155 ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીએ ટી-20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ

પેરીને ઈંગ્લેન્ડ વિરુદ્ધની બીજી ટી-20 માં તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ પણ એનાયત કરવામાં આવ્યુ હતુ. જો કે, મેચમાં તેણે કરેલા રેકોર્ડ્સ વિશે તેને પણ જાણ નહોતી. મેચ પછી પેરીએ કહ્યું, ‘મને લાગે છે કે તે સારી વાત છે, પણ મને તે વિશે ખબર નહોતી. તેણે કહ્યુ કે, જ્યારે હું ટી-20 ક્રિકેટ રમું છું, ત્યારે હું આંતરરાષ્ટ્રીય સ્તર પર વિચારું છું, કારણ કે અમે અમારી પુરુષ ક્રિકેટ ટીમે રમેલી મેચ જેટલી જ ટી-20 મેચ રમી છે. તેથી મને લાગે છે કે અમે ઘણી મેચો રમી છે (100 થી વધુ). તેથી જ્યારે તમે 100 થી વધુ મેચો રમો છો, ત્યારે તમે આવા રેકોર્ડ્સની નજીક પહોચવામા સફળ રહો છો. આ સંભવિત કારણ છે કે હું આ રેકોર્ડ કરવામાં સફળ રહી છું.

84613 piaubysrsi 1521117730 ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીએ ટી-20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ

તમને જણાવી દઈએ કે પાકિસ્તાન ટીમનો શાહિદ આફ્રિદી એક માત્ર ખેલાડી હતો, કે જે પેરી પહેલાં આ રેકોર્ડ તોડી શકતો હતો, પરંતુ તેણે ક્રિકેટમાંથી નિવૃત્ત લઇ લીધી હતી. જે પછી પેરી પ્રથમ વખત આ રેકોર્ડ સુધી પહોંચવામાં સફળ રહી હતી. આફ્રિદીએ આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં 1,416 રન અને 98 વિકેટ લીધી છે. આ સાથે જ બાંગ્લાદેશનો સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન પણ આ રેસમાં પાછળ નથી. શાકિબે ટી-20 મેચમાં 1,471 રન અને 88 વિકેટ પણ લીધી છે અને ભવિષ્યમાં આ કારનામો કરનાર તે બીજો ખેલાડી બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.