વિશ્વ પ્રસિધ્ધ ઇટાલિયન મોટરસાઇકલ ઉત્પાદક બેનેલી દ્રારા ભારતીય બજારમાં, તેની શાહી-400(ઇમ્પીરીયલ-400) બાઇકને વેંચાણ માટે મુકવામાં આવી છે. તેની શો રૂમ કિંમત 1.69 લાખ રૂપિયા છે. બેનેલીએ એક નિવેદનમાં માહિતી આપી હતી કે, તેમાં ભારતમાં પ્રમાણીત એવા સ્ટેજ -4 ઉત્સર્જન ધોરણની સાથે સાથે 347 CCનું એન્જિન છે.
કંપનીના ભારતીય ઓપરેશનનાં મેનેજિંગ ડિરેક્ટર વિકાસ હોબકે કહ્યું કે તે આ કેટેગરીમાં મોટો દાવ લગાવી રહ્યો છે.
ભારતીય બજારમાં ઇમ્પીરીયલ -400 ની રજૂઆત સાથે, કંપનીને નોંધપાત્ર બજાર હિસ્સો મેળવવાની ખાતરી છે. આ માટે, કંપની ઘણા ડીલરોને પણ ઓફર કરશે. હાલમાં જ્યારે ભરતમાં ઓટોમોબાઇલ્સ ક્ષેત્રમાં મંંદીનાં વાદળો છવાયેલા છે ત્યારે આવી નવીનતમ ટે્કનોલોજી ભારતીય બજારમાં પ્રાણ ફૂંકવાનું કામ કરશે તેવું બજાર સમીક્ષકોનું માનવું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.