દેશમાં ઓટો માર્કેટમાં મંદીની ભારે માર પડી રહી છે. રોજ ઘણા કર્મચીરઓની છટણી કરવામાં આવી રહી છે. જેનુ તાજુ ઉદાહરણ મહિન્દ્રા ઓન્ડ મહિન્દ્રા કંપની બની છે. જેણે પોતાના લગભગ 1500 કર્મચારીઓને છૂટા કર્યા છે. જો કંપનીનું માનીએ તો તેઓએ આ પગલું ઓટો ક્ષેત્રની મંદીનો સામનો કરવા માટે લીધો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર પવન ગોયંકાએ એક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે, ‘ઓટો ઉત્પાદકે આ વર્ષે 1 એપ્રિલથી લગભગ 1,500 કામચલાઉ કર્મચારીઓને છૂટા કર્યા છે. આ સિવાય જો મંદી ચાલુ રહેશે તો વધુ કર્મચારીઓને છૂટા કરવાની ફરજ પડશે.’
વધુમાં, તેમણે કહ્યુ કે, “નોકરીનાં નુકસાનની ચિંતા એ મોટર વાહન સપ્લાયર્સ અને ડીલરો કરતાં વધુ હશે, મૂલ ઉપકરણ ઉત્પાદકો (OEM) કરતાં વધુ નહી હોય”. ગોયંકાએ એમ પણ કહ્યું કે, ‘ભારતનાં ઓટો ઉદ્યોગનાં પરિવર્તન માટે તહેવારની મોસમ મહત્વપૂર્ણ છે, નહીં તો નોકરીઓ અને રોકાણનાં ક્ષેત્રમાં નકારાત્મક અસર પડશે.’ તેમણે ઉદ્યોગને મંદીથી બચાવવા માટે સરકારનો ટેકો માંગતા કહ્યું કે, ‘જો સરકાર છ થી આઠ મહિના સુધી ઉદ્યોગને મદદ કરશે તો ઘણા મોટા ફેરફારો જોવા મળી શકે છે.’ આપને જણાવી દઇએ કે આ વર્ષે ઓટો માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ છેલ્લા 19 વર્ષોમાં આ વખતે ઓટો સેક્ટરમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો 18.71 ટકા રહ્યો છે, તેથી જ છેલ્લા 2-3 મહિનામાં ઓટો સેક્ટરમાં લાખો લોકો પોતાની નોકરી ગુમાવી ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં ઓટો મોબાઈલ ક્ષેત્રે ચાલુ મંદીની વચ્ચે, ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે તાજેતરમાં તેના 3,૦૦૦ થી વધુ કામચલાઉ કામદારોને બરતરફ કર્યા છે. કંપનીનાં એક ઉચ્ચ અધિકારીએ મીડિયાને આ માહિતી આપી હતી. મંદીથી બચવા સરકાર કોઇ નક્કર પગલા ભરે છે કે નહી તે હવે જોવુ રહ્યુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.