Not Set/ અમરેલી: વડિયાના આરોગ્ય વિભાગમાં જ આરોગ્યની ભીતિ

અમરેલી, અમરેલી જિલ્લાના વડીયા તાલુકા મથકે આવેલ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ઉભરાતી ગટરોથી ત્રાહિમામ પોકારી ઉઠયો છે. લોકોના આરોગ્યની જાળવણી કરતાં આરોગ્ય વિભાગને પોતાના અને પરિવારનું આરોગ્ય સામે ખતરો ઉભો થવાની ભીતિ સેવાઇ રહી છે. રાતદિવસ ધમધમતી સિવિલ હોસ્પિટલ જ્યા બારી દરવાજાઓની પણ દુર્દશા જોવા જેવી છે. દુર દુરથી આવતાં દર્દીઓ માટે પીવાના પાણીની કોઇ વ્યવસ્થા પણ […]

Top Stories Gujarat Others
mantavya 304 અમરેલી: વડિયાના આરોગ્ય વિભાગમાં જ આરોગ્યની ભીતિ

અમરેલી,

અમરેલી જિલ્લાના વડીયા તાલુકા મથકે આવેલ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ઉભરાતી ગટરોથી ત્રાહિમામ પોકારી ઉઠયો છે. લોકોના આરોગ્યની જાળવણી કરતાં આરોગ્ય વિભાગને પોતાના અને પરિવારનું આરોગ્ય સામે ખતરો ઉભો થવાની ભીતિ સેવાઇ રહી છે.

રાતદિવસ ધમધમતી સિવિલ હોસ્પિટલ જ્યા બારી દરવાજાઓની પણ દુર્દશા જોવા જેવી છે. દુર દુરથી આવતાં દર્દીઓ માટે પીવાના પાણીની કોઇ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી.સિવિલ હોસ્પિટલના સ્ટાફને રહેવા માટેની કવાટરો ના શોચાલય માટે જમીનમાં ખુલ્લો ખાડો કરી ઉપયોગ થાય છે.

જે ક્યારેક મોટી દુર્ઘટના બની શકે છે. જે સુ.સા.હાઈસ્કૂલની ઉભરાતી કુંડીઓ અને ખુલ્લા સોસખાડાની બદબુઓથી સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓ પીડાઈ રહયા છે.

આ બાબતે તંત્ર સમક્ષ આરોગ્ય વિભાગ દ્રારા રજૂઆત કરવામાં આવી છતાં કોઇ નકકર પગલાં ભરવામાં આવ્યા નથી. હવે જોવાનું એ રહયું કે આરોગ્ય સામે ઞઞૂમતા સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને તેઓના પરિવારને તંત્ર કામગીરી કરી બચાવશે.