IND vs SA/ ભારત-દ. આફ્રિકા મેચ પહેલા ક્રિકેટ રસિકો માટે માઠા સમાચાર

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20 સીરિઝની પ્રથમ મેચ ડરબનના કિંગ્સમીડ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

Top Stories Sports
YouTube Thumbnail 2023 12 10T134511.451 ભારત-દ. આફ્રિકા મેચ પહેલા ક્રિકેટ રસિકો માટે માઠા સમાચાર

ભારત અને દક્ષિણ આફ્રિકા આજે ડરબનના મેદાન પર સામસામે ટકરાશે. બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 સીરિઝની પ્રથમ મેચ ડરબનના કિંગ્સમીડ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. લાંબા સમય બાદ ભારતીય ટીમ દ. આફ્રિકાના પ્રવાસ પર T20 સીરિઝ રમવા જઈ રહી છે. પરંતુ સીરિઝની શરૂઆતની મેચ પહેલા ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે.

ડરબનમાં રમાનારી ભારત અને દ.આફ્રિકા વચ્ચેની મેચ પર વરસાદનો ખતરો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારત-દક્ષિણ આફ્રિકા પ્રથમ T20 મેચ દરમિયાન વરસાદની 75 ટકા સંભાવના છે. Accuweather App અનુસાર, રવિવારે ડરબનના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં મેચની શરૂઆત પહેલા તેમજ મેચ દરમિયાન વરસાદ પડી શકે છે. સાથે ડરબનમાં તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે.

ભારતીય ટીમે અત્યાર સુધીમાં ડરબનના કિંગ્સમીડ ક્રિકેટ સ્ટેડિયમમાં 5 T20 મેચ રમી છે. ખાસ વાત એ છે કે ટીમ ઈન્ડિયા આમાંથી એક પણ મેચ હારી નથી. આ 5 મેચોમાંથી ટીમ ઈન્ડિયાએ 4 મેચ જીતી છે અને 1 મેચ અનિર્ણિત રહી છે. ભારતે 2007માં પાકિસ્તાનને બોલ આઉટમાં 3-0થી હરાવ્યું હતું, આ મેચ પણ આ મેદાન પર રમાઈ હતી.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: