Bhakti : બહુચર (Bahuchraji Temple) માતાજીએ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા 339 વર્ષ પૂર્વે તેમની જ્ઞાતિને માગસર સુદ બીજ મહિનામાં રસ-રોટલીનું જમણવાર કરાવ્યું હતું. માતાજીના પરચાને જીવંત રાખવા બહુચરાજી આનંદના ગરબા મંડળ દ્વારા આ યાદગીરી રૂપે માગશર સુદ બીજે તીર્થધામ બહુચરાજીમાં આરતી બાદ રસ-રોટલીનો પ્રસાદ શ્રધ્ધાળુઓને આપવામાં આવ્યો હતો.
339 વર્ષ પૂર્વે બનેલી ચમત્કારિક ઘટના મુજબ બહુચર માતાજીના પરમભક્ત વલ્લભ અને ધોળા ભટ્ટને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે, તમારી માતાનું અવસાન થયું છે. તમારે બહુચરાજીથી અમદાવાદ જવું જોઈએ અને તમારી માતાની ઉત્તરક્રિયા કરવી જોઈએ તો વલ્લભે કહ્યું કે, અમારી નિર્ધન સ્થિતિમાં અમારાથી કોઈ જ્ઞાતિભોજન થાય તેમ નથી એટલે અમદાવાદ જવું અને હાંસીપાત્ર થવું તે ઠીક નથી. કલ્પવૃક્ષનો આશ્રય મળ્યા પછી ભક્તને શાનું દુ:ખ તમો અમદાવાદ જાઓ, ઉત્તરક્રિયા કરો અને જ્ઞાતિને ઈચ્છિત ભોજન આપો. હું તમને સહાય કરીશ.
આજે પણ બહુચરાજી (Bahuchraji Temple) માં દર માગશર સુદ બીજે જીવંત રાખવામાં આવ્યો છે અને આજે પણ અહીં માગશર સુદ બીજને લઈ દિવસે અને રાત્રે સંધ્યા આરતી બાદ માતાજીને રસ રોટલીનો પ્રસાદ ચડાવ્યા બાદ અહીં આવતા હજારો ભક્તોને રસ રોટલીનું જમણ આપવામાં આવે છે.
માં માતાજી ગર્ભ ગૃહને પણ આંબાવાડીની જેમ આંબાની ડાળીઓ અને તેના ઉપર કેરીઓ લટકાવી સુંદર ડેકોરેશન પણ કરવામાં આવ્યું. રસ રોટલી પ્રસાદમાં રોટલી અહીંની સ્થાનિક બહેનો યથાશક્તિ પોતાના ઘરેથી બનાવીને માતાજીને ધરાવે છે અને તે રોટલી ભક્તોને રસ સાથે પ્રસાદ રૂપે આપવામાં આવે છે.
આ પણ વાંચો: છઠ પૂજામાં કઇ વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે પ્રસાદ
આ પણ વાંચો: તિરુપતિના પ્રસાદમાં હજુ પણ શ્રદ્ધા કાયમ, માત્ર 4 દિવસમાં 14 લાખ લાડુ વેચાયા
આ પણ વાંચો: આકસ્મિક રીતે અશુદ્ધ પ્રસાદ ખાધા પછી કરો આ કામ