Jashu Patel Resign: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત કોંગ્રેસ ચૂંટણી પહેલા ભાંગી પડી છે. બાયડના ધારાસભ્ય જશુ પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે તેવા અહેવાલ સામે આવી રહ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કેટલાક કોંગ્રેસ સાથેના સંબંધો તોડી રહ્યા છે અને કેટલાક આમ આદમી પાર્ટી છોડીને ભાજપની બાગડોર સંભાળી રહ્યા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ ફરી એકવાર તૂટી શકે છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ તૂટે તેમાં કોઈ શંકા નથી, વિધાનસભાની ચૂંટણી નજીકમાં હોવાથી કોંગ્રેસને ઝટકો લાગી શકે છે. બાયડના ધારાસભ્ય જશુ પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે.
બાયડ બેઠકનો રાજકીય ઇતિહાસ
2002માં કોંગ્રેસના રામજીસિંહ સોલંકીની જીત
2007માં ભાજપના ઉદેસિંહ ઝાલાની જીત
2012માં કોંગ્રેસના મહેન્દ્રસિંહ વાઘેલાની જીત
2017માં ધવલસિંહ ઝાલાની કોંગ્રેસની જીત
2019માં જશુભાઈ પટેલની કોંગ્રેસની જીત
આ પણ વાંચો: Ayodhya/ રામ મંદિર નિર્માણમાં વપરાતા પથ્થરો પર કરવામાં આવી રહ્યું છે બારકોડ, જાણો ખાસ કારણ