જૂનાગઢના કેશોદમાં આવેલા ઘેડ પંથકના પુરના અસરગ્રસ્ત વિસ્તારોની કોગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાએ મુલાકાત લીધી હતી. ઘેડ પંથકના બામણાસા ગામે ઓઝત નદીના પાળો તૂટવાની ઘટનામાં મોટા ભાગના ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેના પગલે નુકસાનીનો તાગ મેળવવા માટે ખેડૂતો સાથે ચર્ચા કરી હતી.
છેલ્લા દિવસોમાં સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. જેમાં સૌરાષ્ટ્રના કેશોદ ખાતે પંથકમાં પુરના પાણીએ ભારે તારાજી સર્જી છે. ઘેડ પંથકમાં બામણાસા ગામે ઓઝત નદીના પાળો તૂટતા નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. ખેડૂતોને ભારે નુકશાન સહન થયું છે. અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત માટે કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા ગયા હતા. કેશોદ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતી હોદેદારો અને કાર્યકરો પણ તેમની સાથે જોડાયા હતા. ઘેડ પંથકની ઘટનામાં નુકશાનીનો તાગ મેળવવા ખેડૂતો સાથે ચર્ચા કરી હતી.
નદીનો પાળો તૂટતાં ખેડુતોએ જમીન ધોવાણ અને હજારો વિધામાં મગફળીનો પાક નિષ્ફળ જવાની શક્યતા વ્યકત કરી છે. ગુજરાત રાજ્યની આવનારી વિધાનસભાની ચૂંટણીનો મુખ્ય ઢંઢેરા તરીકે ઘેડ પંથક ઓઝત નદીને ઉડીં પહોળી કરવા અને બંને બાજુ આરસીસી દિવાલ બનાવવા આપશે પ્રાથમિકતા આપવા પણ તેમણે જણાવ્યુ હતું. ઘેડ પંથકના બામણાસા ગામે ઓઝત નદીના પાળો તૂટવાની ઘટનામાં મોટા ભાગના ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેના પગલે નુકસાનીનો તાગ મેળવવા માટે ખેડૂતો સાથે ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના મેંદરડા પંથકમાં પણ વરસાદ બાદ રસ્તા ધોવાયા એને ઠેરઠેર વરસાદ બાદ ભૂવા રાજ જોવા મળ્યુ. રસ્તાઓ ધોવાતા વાહનચાલકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે. રસ્તા પર વરસાદી પાણી ઓસરતા પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. મેંદરડા જવા માટેના જાહેર માર્ગો અને મેંદરડા થી કેશોદ શહેરના રસ્તા ઉપર પાંચ પાંચ ફૂટના ખાડાઓ દેખાયા છે. ત્યારે ચાલુ વરસાદે ટુ-વ્હીલર ખાડામાં પડતા ત્રણ વ્યક્તિઓ બાઈક કાઢી રહ્યાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
હવામાન/ આજે બપોર પછી રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી