દેશમાં કોરોના વાયરસ ના ઓમિક્રોન વેરિએન્ટ ના વધતા કેસ વચ્ચે દેશની રાજધાની દિલ્હી માં નવા વર્ષ અને ક્રિસમસને લઈને નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. ડીડીએમએ (DDMA) નવા વર્ષ પર થનાર જશ્ન અને ક્રિસમસ દરમિયાન ભેગી થતી ભીડ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે. એટલે કે વર્ષના અંતમાં બે મોટા તહેવાર પર લોકો ભેગા થઈ શકશે નહીં અને તહેવાર ફીકો રહેશે.
ડીડીએમએ નિર્દેશ આપ્યો છે કે તમામ ડીએમ અને પોલીસના ડેપ્યુટી કમિશનરોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે દિલ્હીમાં ક્રિસમસ અને નવા વર્ષ નિમિત્તે તેમના વિસ્તારમાં કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ, મેળાવડો, કાર્ય ન થાય. લગ્ન અને અન્ય કાર્યક્રમો માટે 200 લોકોને મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચો ;રયાગરાજ / PM મોદીની જાહેર સભામાં હેમા માલિની સાથે થઈ ઝપાઝપી, રડી પડ્યા ડ્રીમ ગર્લ
DDMA એ તમામ જિલ્લા અધિકારીઓને તેમના સંબંધિત વિસ્તારોમાં નાયબ પોલીસ કમિશનરો સાથે સુપર સ્પ્રેડર વિસ્તારોની ઓળખ કરવા અને તે વિસ્તારોમાં કોરોના માર્ગદર્શિકા અનુસાર જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. જો દુકાનો, કાર્યસ્થળોમાં માસ્ક ન હોય તો નો એન્ટ્રીનું કડક પાલન કરવું જોઈએ.
દેશમાં ઓમિક્રોનના 220 સંક્રમિત લોકો મળી આવ્યા છે. મંગળવારે, દિલ્હીમાં 24 સહિત દેશભરમાં 50 નવા દર્દીઓની પુષ્ટિ થઈ હતી. છેલ્લા 18 દિવસમાં આ સંખ્યા વધીને 100 ગણી થઈ ગઈ છે. જોકે રાહતની વાત એ છે કે કોઈ દર્દીને આઈસીયુમાં જવું પડ્યું ન હતું. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઓમિક્રોનના સૌથી વધુ 65 દર્દીઓ મહારાષ્ટ્રમાં અને 54 દિલ્હીમાં જોવા મળ્યા છે.
આ પણ વાંચો ;બીયુ પરમિશન વિના ધમધમતી 8 હોસ્પિટલોને રાજકોટ કોર્પોરેશન દ્વારા સીલ કરાઇ