Palanpur News/ બનાસ બેંક વિવાદ : ચેરમેન અને વાઇસ ચેરમેનની આવતીકાલે ચૂંટણી યોજાશે

Palanpur News : બનાસ બેંક છેલ્લા અઢી વર્ષથી વિવાદમાં ચાલી રહી છે. ત્યારે આવતીકાલે બનાસ બેંકમાં તા. 07 ડિસેમ્બર 2024 ના રોજ ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાશે.

Gujarat Others Breaking News
Cricket Tutorials YouTube Thumbnail 2024 12 06T193534.753 બનાસ બેંક વિવાદ : ચેરમેન અને વાઇસ ચેરમેનની આવતીકાલે ચૂંટણી યોજાશે

Palanpur Banas Bank News : ભાજપએ કાંકરેજના અણદા પટેલને મેન્ડેડ આપી બનાસ બેંકના પ્રમુખ બનાવ્યા હતા. બનાસ બેંકના ચેરમેન પટેલે બેન્કના કર્મચારી અશોક ચૌધરીને સસ્પેન્ડ કરી દેતા ચેરમેન પદ ગુમાવવું પડ્યું હતું.  ભાજપ (BJP) પ્રદેશ ઉપપ્રમુખ કૌશલ્ય કુંવર બા સેન્સ લેવા પહોંચ્યા છે. પાલનપુરના ચડોતરના કમલમ ખાતે 18 ડિરેક્ટરોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.

ભાજપ(BJP) એ ચાર માસના ગાળા બાદ ફરીથી સવસી પટેલને મેન્ટેડ આપી બનાસ બેંકના ચેરમેન બનાવ્યા હતા. ભાજપ(BJP) ના સવસી પટેલનું જૂથ મજબૂત હોવાથી ભાજપે મેન્ટેડ આપવું પડ્યું હતું. બનાસ બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચાર માસ અગાઉ ટર્મ પૂર્ણ થઇ હતી, પરંતુ વિવાદોના કારણે ચૂંટણી થઈ શકી નથી.

બનાસ બેંકના ચેરમેન પદે શંકર ચૌધરી બાદ બનાસ બેંક નો વહીવટ વિવાદોમાં રહ્યો છે. ચેરમેન સવસી પટેલ, અણદા પટેલ, કેપી ચૌધરી નું ડિરેક્ટર ગ્રુપ સવસી પટેલને ચેરમેન બનાવવાના મૂડમાં છે, વર્તમાન વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીના અંગત મનાતા ડાયાભાઈ પણ ચેરમેન પદની રેસમાં આગળ મનાય છે. બનાસ બેંકની ચૂંટણીનું ચેરમેન પદ નક્કી કરશે કે આગામી બનાસ ડેરીની ચૂંટણી કયા પ્રકારે કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: બનાસકાંઠામાં બનાસ બેંક ચૂંટણીનો મામલો , ભાજપના વધુ બે આગેવાનોને કરાયા સસ્પેન્ડ , પાલનપુર APMCના પૂર્વ ચેરમેનને કર્યા સસ્પેન્ડ , પરથીભાઈ લોહ અને ઈશ્વર પટેલને કરાયા સસ્પેન્ડ , પક્ષના મેન્ડેટ સામે આગેવાનોએ ઉમેદવારી કરી હતી , જિલ્લામાં પક્ષ વિરોધી કરનાર 5 આગેવાનો સસ્પેન્ડ

આ પણ વાંચો: બનાસ બેંકના ચેરમેનની બિનહરીફ વરણી,,,ચેરમેન પદે સવસી ચૌધરીની વરણી,,,સવસી ચૌધરી છે પાંથાવાડા માર્કેટ યાર્ડના પુર્વ ચેરમેન

આ પણ વાંચો: બનાસકાંઠાઃ અણદાભાઈ પટેલે આપ્યું રાજીનામું,  બનાસ બેંક ચેરમેન પદેથી આપ્યું રાજીનામુ,  થરા માર્કેટનું રાજીનામું સ્વીકારવામાં આવ્યુ રાજીનામું,  અણદા પટેલ દ્વારા થરા ખાતે મિટિંગનું કરાયું આયોજન