Political/ ભાજપમાં ભંગાણ, મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા કોંગ્રેસમાં, ભાજપનો જ દાવ પડ્યો માથે..?

બનાસકાંઠા ભાજપમાં ભંગાણ, મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા કોંગ્રેસમાં, ભાજપનો જ દાવ પડ્યો માથે

Top Stories Gujarat Others
ગાઝીપુર 3 ભાજપમાં ભંગાણ, મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા કોંગ્રેસમાં, ભાજપનો જ દાવ પડ્યો માથે..?

ચૂંટણી આવતા જ રાજ્યો માં પક્ષ પલટાની મોસમ પુર બહારમાં ખીલેલી જોવા મળે છે. ત્યારે ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત સાથે જ સ્થાનિક લેવલે નેતા અને કાર્યકરોની નારાજગી સામે આવી રહી છે. અને પાર્ટીનો સાથ છોડીને અન્ય પાર્ટીમાં જતા જોવા મળે છે. ત્યારે મોટા ભાગે કોંગ્રેસમાં થી ભાજપમાં પક્ષાંતર જોવા મળતું હોય છે. પરંતુ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘણી જગ્યાએ સત્તાધારી ભાજપમાં ભંગાણ જોવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા ના ભાભરમાં ભાજપના 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. આગામી ન.પા.ની ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. જેની આગામી ચૂંટણીના પરિણામો ઉપર વિપરીત અસર પડીશકે છે. ભાભરના વોર્ડ નંબર 3 માં ભાજપમા ભંગાણ પડ્યું છે. 200 ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે. મેલડી માતાના સોગંદ વિધિ સાથે કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા છે.

નોધનીય છે કે, ભાભરના કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કે જે સામાન્ય નાગરિકની નાની વાતોમાં વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. અને પોતાની લોકપ્રિયતાનો ગ્રાફ ઉંચે લઇ જી રહ્યા છે. જેની સીધી અસર સામાન્ય જનતામાં પણ વર્તાઈ રહી છે તો બીજી બાજુ નગર પાલિકામાં સત્તાધારી પાર્ટી ભાજપના જ  કાર્યકર્તાઓના કામ નહિ થતા હોવાને કારણે  સ્થાનિકો અને કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. એને લઈને 7 વોર્ડમાં ૨૮ કોર્પોરેટર ભાજપના છે પરંતુ કામ નહિ થતા હોવાની ફરિયાદ ને પગલે હાલમાં ભાજપમાં મોટા પાયે ભંગાણ જોવા મળી રહ્યું છે. તે જોતા આગામી ચૂંટણી માં ભાજપને મોટું નુકશાન થવાની સંભાવના છે.

Weather / રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો,  9.0 ડિગ્રી સાથે ગાંધીનગર ઠંડુગાર, 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…