બનાસકાંઠા/ CMને ધમકી આપનાર કથાકાર બટુક મોરારીની અટકાયત

બનાસકાંઠામાં આવેલા તાંતન ગામ પાસે બટુક મોરારી બાપુની અટકાયત કરવામાં આવી હતી. LBC અને થરાદ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બટુક મહારાજની અટકાયત કરવામાં આવી હતી.

Gujarat Others Trending
બટુક મોરારિ બાપુ CM ભૂપેન્દ્ર પટેલ સાહેબ એક કરોડ મોકલી આપજો, નહીં તો.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપનાર બનાસકાંઠાના  કથાકારની પોલીસે  અટકાયત કરી છે. કથાકાર બટુક મહારાજે રાજ્યમાં મુખ્યમંત્રી પાસે રૂપિયા એક કરોડની માંગણી કરી હતી. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરળ કરીને મહારાજે ધમકી આપી હતી. અને ધમકી આપ્યાબાદ ભૂગર્ભમાં જતાં રહ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠામાં આવેલા તાંતન ગામ પાસે બટુક મોરારી બાપુની અટકાયત કરવામાં આવી હતી. LBC અને થરાદ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બટુક મહારાજની અટકાયત કરવામાં આવી હતી. બટુક મોરારીએ સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરીને CM પાસે  રૂપિયા એક કરોડની માંગણી કરી હતી.

નોધનીય છે કે, ગતરોજ ગુરુવાર આખો દિવસ આ ચર્ચાનો વિષય બન્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે ખંડણી માંગવામાં આવી હોવાની ઘટનાએ ચકચાર મચાવી હતી. પ્રાથમિક તપાસમાં બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રામ કથાકાર બટુક મોરારિ બાપુ નામના શખ્સે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેને સંબોધીને 1 કરોડ રૂપિયાની ખંડણી માંગતો વીડિયો વાઇરલ કર્યો હતો.  અને

ખંડણી માટે મુખ્યમંત્રીને 10 દિવસની મહોલત આપી હતી. અને જો તેમને પૈસા ન પહોંચાડવામાં આવ્યો તો સીએમને અકસ્માતમાં મારી નાખવાની અને સત્તા પરથી પછાડ઼ી દેવાની પણ ચિમકી આપી હતી.  આરોપીએ ખંડણી ભર્યો આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

વિડિયોમાં બટુક મહારાજ જણાવ્યુ હતું કે,   તમને ગાદીએ બેસાડ્યા છે તો 1 કરોડ દક્ષિણા આપી જાવ અને જો પૈસા નહીં મળે તો 3 મહિનામાં તેમને સત્તા પરથી ઉખાડી ફેંકવાની પણ ધમકી આપી હતી. વધુમાં જણાવ્યુ હતું કે, તેમને ગાદીએ બેસાડ્યા એટલે 1 કરોડની દક્ષિણા પહોંચાડી દેજો, સમજ્યા 1 કરોડ… એક રૂપિયો ઓછો નહીં, આજે 25 તારીખ થઈ છે, એટલે 5મી તારીખ સુધીમાં.. ગમે તે માણસને મોકલીશ અને મને 1 કરોડ મોકલાવી દેજો.

કર્ણાટક / ભંગાર વેચીને 1743 કરોડ કમાયા, હવે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે

ફરી કુદરતના ખોળે / વિશિષ્ટ પક્ષી ચટકી માખીમાર, આવો જાણીએ આ સતરંગી પક્ષી વિષે વિગતે …

National / બે માથાવાળા બાળકનો જન્મ થતાં માતા-પિતા ભાગી ગયા, ડોક્ટરોએ દત્તક લીધું