બનાસકાંઠા,
બનાસકાંઠાના ધાનેરામાં મગફળી કેન્દ્રો પર ખેડૂતોએ હોબળો મચાવ્યો હતો. ધીમી ગતિએ મગફળી ખરીદતા હોવાને કારણે ખેડૂતોએ હોબાળો કર્યો હતો.
મગફળી ખરીદ કેન્દ્રો પર છ હજાર ખેડૂતોની નોંધણી કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી ફક્ત એક હજાર ખેડૂતોની મગફળી ખરીદાઇ છે.
જેથી ખેડૂતો કંટાળી ગયા હતા અને હોબાળો કરી નાંખ્યો હતો. સાથો સાથ ખેડૂતોએ ચક્કાજામ પણ કર્યો હતો. ચક્કાજામ કરતાં વાહનોની લાંબી કત્તારો લાગી હતી અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખેડૂતોનો રોષ એટલી હદ્દે ઉગ્ર હતો કે ખરીદ કેન્દ્રના અધિકારીઓ ખેડૂતોને મનાવવા માટે ગયા હતા.