બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પાસે આવેલા વિરોણા ગામ પાસે મંગળવારે આગની એક ભીષણ દુર્ઘટના બની છે, જિલ્લાના કૂચવાડા વિરોણા ગામ પાસે ટેન્કરે જિલ્લા ટ્રાફિક પોલીસની ગાડી ટક્કર મારતા અકસ્માત સર્જાતા હતો. આ અકસ્માતમાં અચાનક બંને ગાડીઓમાં આગ લાગી હતી.જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.
મળતી માહિતી મુજબ, મંગળવારે વહેલી સવારે વિરોણા ગામ પાસે એક કેમિકલ ભરેલુ ટેન્કર પુરપાટ ઝડપે જઇ રહ્યું હતું અને બીજી બાજુ આ સમયે જિલ્લા ટ્રાફિક પોલીસ તેમની વાનને રસ્તા પર બાજુમાં મૂકી ચેકીંગ કરી રહ્યા હતા, ત્યારે સામેથી આવી રહેલા ટેન્કરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ આ બંને ટેન્કર અને પોલીસ વાન આગમાં લપેટાઈ ગઈ હતી, જેમાં ટેન્કરનો ક્લીનર ભડથું થઈ ગયો હતો.
આ પણ વાંચો :ઉપલેટામાં યુવતીએ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં શોકનો માહોલ
આ ઘટનાની જાણ આજુબાજુના લોકો અને પોલીસને થતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત બચાવની કામગીરી શરૂ કરી દીધી હતી, જેમાં તેઓએ ફસાયેલા ત્રણ લોકોને બચાવી લીધા હતા.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જીલ્લામાં વધી રહેલી માર્ગ અકસ્માતની ઘટનામાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. કુચાવાડા-વિરોણા નજીક અકસ્માતની ઘટના બાદ ટેન્કર અને પોલીસની જીપમાં આગ લાગતાં બંને વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. ઘટનાને લઇ સ્થાનિકો સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ તરફ ડીસા રૂરલ પોલીસે ઘટનાસ્થળે જ પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો :નવસારી-વિજલપોર પાલિકાના કારોબારી અને બાંધકામ સમિતિના પ્રમુખની વરણી થઇ
આ પણ વાંચો :બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ, યલો ફંગસ બાદ કોરોનાના દર્દીઓને ‘એસ્પરજીલેસિસ’નો ખતરો, જાણો A TO Z