Not Set/ બનાસકાંઠા/તીડથી પાક નુકસાનનો સર્વે પૂર્ણ, 266 ગામમાં 17321 હેક્ટર પાકનો નાશ

100થી વધુ ગ્રામસેવકોનો 13 તાલુકામાં સર્વે 17,804 ખેડૂતોની જમીનનો કૃષિ પાક થયો નષ્ટ ખેતીવાડી વિભાગે સમગ્ર રિપોર્ટ સરકારને સોંપ્યો રિપોર્ટના આધારે ખેડૂતોને ચૂકવવામાં આવશે સહાય છેલ્લા કેટલાય સમયથી સરહદી વિસ્તાર બનાસકાંઠામાં તીડે આતંક મચાવ્યો હતો. ગ્રામ સેવકો દ્વારા તીડથી પાકના નુકશાનનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે પૂર્ણ થઈ ગયો છે.  અગાઉ તલાટી દ્વારા સર્વેની […]

Gujarat Others
તીડ બનાસકાંઠા/તીડથી પાક નુકસાનનો સર્વે પૂર્ણ, 266 ગામમાં 17321 હેક્ટર પાકનો નાશ

100થી વધુ ગ્રામસેવકોનો 13 તાલુકામાં સર્વે

17,804 ખેડૂતોની જમીનનો કૃષિ પાક થયો નષ્ટ

ખેતીવાડી વિભાગે સમગ્ર રિપોર્ટ સરકારને સોંપ્યો

રિપોર્ટના આધારે ખેડૂતોને ચૂકવવામાં આવશે સહાય

છેલ્લા કેટલાય સમયથી સરહદી વિસ્તાર બનાસકાંઠામાં તીડે આતંક મચાવ્યો હતો. ગ્રામ સેવકો દ્વારા તીડથી પાકના નુકશાનનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે પૂર્ણ થઈ ગયો છે.  અગાઉ તલાટી દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી. ત્યાર બાદ ૧૦૦થી  વધુ ગ્રામ સેવકો દ્વારા ૧૩ તાલુકાના ૨૬૬ ગામમાં જઈને સર્વે કરવામાં આવ્યો હતો.

આ ગ્રામ સેવકો દ્વારા ૨૬૬ ગામના ૧૭૮૦૪ ખેડૂતની ૧૭૩૨૧ હેક્ટર જમીનમાં પાકને નુકશાન થયાની વિગતો એકઠી કરી છે. જેનો રીપોર્ટ સરકારમાં જમા કરવામાં આવશે. અને જેના આધારે સહાય જાહેર કરવામાં આવશે.

બનાસકાંઠા  જીલ્લાના ૧૩ તાલુકામાં તીડનો તાંડવ જોવા મળ્યો હતો. જે બાદ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર અને સ્થાનિકોના સંયુક્ત સહકારથી તીડ નિયંત્રણની કામગીરીર હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ તાલુકા પંચાયત દ્વારા સર્વેની સુચના આપતા સ્થાનિક લેવલે સર્વેની કામગીરી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.