બનાસકાંઠા,
બનાસકાંઠા અને પાટણના 110 ગામડાના ખેડૂતો દાંતીવાડા ડેમ યોજના અંતર્ગત જે કેનાલ નીકળે છે તે કેનાલના આધારે ખેતી કરતા હોય છે પણ આ ચાલે શરૂઆતમાં એક પાણી આપવામાં આવ્યો હતો અને એ પાણીના આધારે ખેડૂતોએ પોતાના ખેતરમાં જીરુ એરંડા અને રાયડા જેવા જેવા પાકોનું વાવેતર કર્યું છે.
ખેડૂતોને કહ્યું હતું કે, જ્યારે અમે વાવેતર કર્યું ત્યારે સરકાર દ્વારા સિંચાઇ માટે ત્રણ પાણી આપવાની વાત કરી હતી પણ હાલ દાંતીવાડા ડેમમાં દસ ટકા જેટલું જ પાણી હોવાના કારણે તે પાણી પીવા માટે સીમિત રાખવામાં આવ્યું છે.
હાલ સિંચાઇનું પાણી નહીં મળે તેવી દાતીવાડા અધિકારીઓ દ્વારા જાહેરાત કરવામાં આવતા ખેડૂતોને મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતે પોતાના ખેતરમાં લાખો રૂપિયાનો ખર્ચો કરીને જે પાકોનું વાવેતર કર્યું છે તે પાક હવે જો પાણી નહીં મળે જેથી ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવશે.