બનાસકાંઠા,
બનાસકાંઠાની કેનાલોમાં તંત્રએ એટલી હદ્દે ભષ્ટ્રાચાર કર્યો છે કે રોજે રોજ કેનાલમાં ગાબડા પડે છે. ત્યારે હવે સુઇગામની સરહદી વિસ્તારની કેનાલમાં ગાબડું પડ્યું છે. આ ગાબડું બેણપ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલના સાઇફન કુવાની બાજુમાં પડ્યું છે.
જે 15 ફૂટનું છે. આટલું મોટું ગાબડું પડતાં મોટાપાયે પાણીનો બગાડ થયો છે. એક તરફ જગતનો તાત સિંચાઇ માટેના પાણીને લઇને વલ્ખા મારી રહ્યો છે. તેવામાં આવી રીતે ગાબડા પડવાને કારણે પાણીનો બગાડ થતાં જગતના તાતને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે.
હજારો લિટર પાણીનો બગાડ થઇ રહ્યો છે. તેમ છતાં સરકારી તંત્ર ઘોર નિદ્ઘાંમાંથી જાગ્યું નથી. જગતના તાતનો આક્ષેપ છે કે નર્મદા વિભગાની ઘોર બેદરકારીને કારણે કેનાલો તૂટી રહી છે. ત્યારે હવે જવાબદાર સામે સરકારી તંત્ર પગલા ભરશે કે કેમ તે જોવાનું રહેશે.