Banaskantha News: બનાસકાંઠાના લાખણીમાં વરસાદે બરોબરના લખ્ખણ ઝળકાવ્યા હતા. મેઘરાજાની ટી20 બેટિંગે લાખણીને પાણીથી તરબોળ કરી દીધું હતું. મેઘરાજાએ બનાસકાંઠાના લાખણીમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
દસથી બાર વાગ્યામાં બે ઈંચ, બારથી બે વાગ્યા સુધીમાં છ ઈંચ અને સાંજે ચારથી છ વાગ્યા સુધીમાં એક ઈંચ મળીને કુલ 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
બનાસકાંઠામાં ભારે વરસાદના લીધે ડીસા-થરાદ હાઈવે પર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. લાખણી બજાર તરફ જવાના માર્ગમાં પણ ભારે પાણી ભરાયા હતા. તેના લીધે લોકોને હાલાકીનો સામનો કરવાનો આવ્યો હતો.
લાખણીના મોટાભાગની દુકાનોમાં પાણી ઘૂસતા દુકાનદારોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. આમ બનાસકાંઠામાં સીઝનના પ્રથમ વરસાદમાં જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવી દીધુ હતુ.
ઉત્તર ગુજરાતમાં આમ પણ વરસાદની ઘટ છે ત્યારે મેઘમહેર જેવા પ્રારંભ મેઘકહેરમાં પરિવર્તીત ન થાય તે જોવાનું રહેશે.
આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?
આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે
આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો
આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી