બનાસકાંઠા,
ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે. બે દિવસ પહેલા રૂપિયા ઉઘરાવતો વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારે આ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યુઝ પર પ્રકાશિત કરતા ACB ટીમ અમીરગઢ RTO ચેકપોસ્ટ પર ત્રાટકી હતી.
અચાનક ACB ટીમે ચેકિંગ હાથ ધરતા અધિકારીઓમાં ફફડાટ મચી ગયો હતો. આ સમગ્ર ઘટના મામલે રાજકોટની ACB ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટ્રેપમાં શું થયું હશે કોણ કોણ સામેલ છે તે બધી વધુ વિગતો તપાસ બાદ જ બહાર આવશે. હાલ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.