બાંગ્લાદેશમાં શુક્રવારે કોવિડ -19 ચેપના ફેલાવાને રોકવા માટે આગામી સૂચના સુધી 28 જૂનથી દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. દેશમાં કોરોનાવાયરસ ચેપથી વધુ 108 દર્દીઓનાં મોત નીપજ્યાં છે, જે મહામારી શરૂ થયા પછી એક દિવસમાં બીજા ક્રમે મૃતકો બીજી સૌવથી વધુ સંખ્યા છે. બાંગ્લાદેશમાં કોરોના વાયરસમાં કેરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટનો હાથ છે.
આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજધાની ઢાકામાં કોરોના વાયરસનો ખતરનાક ડેલ્ટા વેરિએન્ટ ફેલાયો છે, જેનાથી દેશની રાજધાનીમાં આરોગ્ય સુવિધાઓ પર દબાણ વધ્યું છે. એક સત્તાવાર આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઇમરજન્સી સેવાઓ સિવાય તમામ સરકારી અને ખાનગી કચેરીઓ બંધ રહેશે. તાત્કાલિક કારણોસર કોઈને ઘરની બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમાં જણાવાયું છે કે લોકડાઉન દરમિયાન ફક્ત ઇમરજન્સી વાહનોને જ ચલાવવાની મંજૂરી આપવામાં આવશે.
આ પણ વાંચો :અવરોધ ઘણા મુદ્દાઓ પર ચાલુ,WMCCની બેઠકમાં LAC પર શાંતિ જાળવવા સંમતિ
જાહેર વહીવટ મંત્રાલયે કહ્યું હતું કે તેઓ COVID-19 પર રાષ્ટ્રીય ટેકનીકલ સલાહકાર સમિતિ (NTAC) ના અભિપ્રાયને અનુલક્ષીને બે સપ્તાહના રાષ્ટ્રવ્યાપી બંધને લાગુ કરવાના સરકારના નિર્ણયની રાહ જોઇ રહ્યા છે. આ નિવેદનના કેટલાક કલાકો બાદ આરોગ્ય અધિકારીઓનો અહેવાલ બહાર આવ્યો છે. જાહેર વહીવટ રાજ્યમંત્રી ફરહદ હુસેને પત્રકારોને જણાવ્યું હતું કે, અમે કોઈપણ સમયે લોકડાઉન કરવા તૈયાર છીએ. તે ગયા વર્ષ કરતા સખત હશે.
આ પણ વાંચો :રવિશંકર પ્રસાદનું જ નહીં ટ્વિટરે શશી થરૂરનું એકાઉન્ટ પણ કર્યું હતું લોક
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, કોવિડ -19 ને કારણે થયેલા મોતની સંખ્યા 13,976 પર પહોંચી ગઈ છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં ચેપના 5,869 નવા કેસ નોંધાયા બાદ કુલ કેસ 8,78,804 પર પહોંચી ગયા છે. આ વર્ષે 19 એપ્રિલના રોજ દેશમાં આ રોગચાળાને કારણે 112 લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો :આંતકવાદીઓ સામે કાર્યવાહી ના કરતા પાકિસ્તાનને ફરી એકવાર એફએટીએફ એ ગ્રે લિસ્ટમાં રાખ્યુ
એનટીએસીએ જણાવ્યું હતું કે તેઓએ ‘કડક રાષ્ટ્રવ્યાપી લોકડાઉન’ કરવાની ભલામણ કરી હતી કારણ કે તેમના નિષ્ણાતોને ખાતરી છે કે કથળતી સ્થિતિને દેશવ્યાપી લોકડાઉન કર્યા વિના નિયંત્રિત કરી શકાતી નથી.