બાંગ્લાદેશે પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ઈતિહાસ રચ્યો છે. રમતનાં છેલ્લા દિવસે બાંગ્લાદેશે કિવી ટીમને 8 વિકેટથી હરાવ્યું અને તેણે ન્યૂઝીલેન્ડમાં ન્યૂઝીલેન્ડને પ્રથમ વખત કોઈપણ ફોર્મેટમાં હરાવ્યું છે. યજમાન ટીમે કિવી ટીમ સામે 40 રનનો ટાર્ગેટ રાખ્યો હતો અને બાંગ્લાદેશે બે વિકેટ ગુમાવીને તેને સરળતાથી હાંસલ કરી લીધો હતો. ઇબાદત હુસૈનને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ મેચમાં જીત બાદ WTC પોઇન્ટ ટેબલ પર બાંગ્લાદેશની ટીમે મોટી છલાંગ લગાવી દીધી છે.
આ પણ વાંચો – કોરોના સંક્રમિત / વિશ્વમાં કોરોનાનો અજગર ભરડો! 24 કલાકમાં નોંધાયા લાખો નવા કેસ, US સૌથી વધુ અસરગ્રસ્ત
આપને જણાવી દઇએ કે, બાંગ્લાદેશે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23માં તેમની પ્રથમ જીત શાનદાર રીતે નોંધાવી છે. બાંગ્લાદેશે બે ઓવલ ખાતે બે મેચની સીરીઝની પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે આઠ વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. આ જીત સાથે બાંગ્લાદેશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનાં પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી છે. બાંગ્લાદેશની ટીમે હવે પોઈન્ટ ટેબલમાં ટોપ-5માં સ્થાન મેળવી લીધું છે. બાંગ્લાદેશ હવે 33.33 પોઈન્ટ્સની ટકાવારી સાથે પાંચમાં સ્થાને પહોંચી ગયું છે. બાંગ્લાદેશે સીરીઝમાં 1-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ઇબાદત હુસૈનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે, તેણે બીજી ઇનિંગમાં છ વિકેટ લઈને બાંગ્લાદેશની જીતનો પાયો નાખ્યો હતો.
PCT: પોઈન્ટ્સની ટકાવારી
P: પોઈન્ટ્સ
PO: પેનલ્ટી ઓવર
W: જીત
L: હાર
D: ડ્રો
NR: કોઈ પરિણામ નથી
આ પણ વાંચો – કોરોના સંક્રમિત / ઓસ્ટ્રેલિયન ટીમનાં સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
પોઈન્ટ્સની ટકાવારીનાં આધારે ટીમનું રેન્કિંગ નક્કી કરવામાં આવશે. જીત માટે 12 પોઈન્ટ, ટાઈ મેચ માટે છ પોઈન્ટ, ડ્રો મેચ માટે ચાર પોઈન્ટ અને હાર માટે કોઈ પોઈન્ટ નહીં હોય. જીતવા માટે 100 પોઈન્ટ્સની ટકાવારી, ટાઈ માટે 50 પોઈન્ટ્સની ટકાવારી, ડ્રો માટે 33.33 પોઈન્ટ્સની ટકાવારી અને હાર માટે 0 પોઈન્ટ્સની ટકાવારી હશે.