Bank Holiday: નવા વર્ષનો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી 2023 શરૂ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં દર મહિનાની જેમ આ મહિને પણ બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેવાની છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના કેલેન્ડર મુજબ બેંકો કુલ 10 દિવસ માટે બંધ રહેશે. આ બેંક રજાઓ ઘણા રાજ્યો અને શહેરોમાં રહેવાની છે.
નોંધનીય છે કે બેંક રજાઓ (Bank Holiday)માં રવિવાર, બીજો શનિવાર અને ચોથો શનિવાર પણ સામેલ છે. RBI દર મહિને આ રજાઓની યાદી બહાર પાડે છે. બેંકોની આ રજા દેશના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ દિવસે પડવાની છે, જેમાં ઘણા સ્થાનિક તહેવારો અને રાષ્ટ્રીય રજાઓનો સમાવેશ થાય છે.
શનિવાર અને રવિવારની રજાઓ (Bank Holiday)
- 5મી ફેબ્રુઆરી રવિવારના કારણે રજા
- 11 ફેબ્રુઆરીએ બીજા શનિવારે રજા
- 12મી ફેબ્રુઆરી રવિવારની રજા છે
- 19 ફેબ્રુઆરીએ રવિવારના રોજ રજા છે
- 25 ફેબ્રુઆરી મહિનાનો ચોથો શનિવાર હશે
- 26 ફેબ્રુઆરી રવિવાર છે
આ દિવસે પણ બેંકો બંધ રહેશે
– 15મી ફેબ્રુઆરીએ મણિપુરમાં લુઈ નગાઈ નીના કારણે રજા રહેશે. તે પાકની વાવણીની ઉજવણીનો તહેવાર છે.
– તિરુવનંતપુરમ, શ્રીનગર, શિમલા, રાંચી, રાયપુર, નાગપુર, લખનૌ, કોચી, કાનપુર, જમ્મુ, હૈદરાબાદ, દેહરાદૂન ભુવનેશ્વર, ભોપાલ અને બેંગલુરુ અને અન્ય સ્થળોએ 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના કારણે બેંકો બંધ રહેશે.
– મિઝોરમમાં રાજ્ય સ્થાપના દિવસ 20 ફેબ્રુઆરીએ બેંકો બંધ રહેશે.
– સિક્કિમમાં 21 ફેબ્રુઆરીએ લોસરના દિવસે રજા રહેશે.
નોંધનીય છે કે આ રજાઓ તમામ જાહેર ક્ષેત્ર, સહકારી બેંકો, ખાનગી ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક બેંકોમાં રહેશે. જો કે, તમે આ સમયગાળા દરમિયાન બેંકની નેટ બેંકિંગ, એટીએમ અને અન્ય સેવાઓનો ઉપયોગ કરી શકો છો.