Himachal Pradesh/ હિમાચલના CM સુખવિંદર સિંહ સુક્ખુના ભોજનમાં પ્રતિબંધિત ‘જંગલી મરઘી’નું માંસ પીરસાયું, વીડિયો વાયરલ

હિમાચલના સીએમ સુખવિંદર સુક્ખુના ભોજનમાં જંગલી મરઘીનું માંસ પીરસવાનો વીડિયો વાયરલ થયો છે.

Top Stories India Breaking News
Image 2024 12 14T130033.581 હિમાચલના CM સુખવિંદર સિંહ સુક્ખુના ભોજનમાં પ્રતિબંધિત 'જંગલી મરઘી'નું માંસ પીરસાયું, વીડિયો વાયરલ

Shimla News: હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુના (Sukhvinder Singh Sukhu) ભોજનમાં જંગલી મરઘી (Jungli Murga/Wild Cock) પીરસવા પર સવાલો ઊભા થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળ્યું છે કે, શિમલાના કુપવીમાં મુખ્યમંત્રીના ડિનર પ્રોગ્રામમાં પ્રતિબંધિત જંગલી મરઘીનું માંસ પીરસવામાં આવ્યું હતું, પરંતુ તેમણે ખાધુ નહોતુ. વાઇલ્ડલાઇફ એક્ટ (Wildlife Act) મુજબ આ જંગલી મરઘીને મારવા પર પ્રતિબંધ છે તેમજ સજાની વિશેષ જોગવાઇ કરવામાં આવી છે. અગાઉ મુખ્યમંત્રી સુક્ખુ સમોસા પાર્ટીને લઈ થોડા સમય પહેલા વિવાદમાં આવ્યા હતા.

હિમાચલના સીએમ સુખવિંદર સુક્ખુના ભોજનમાં જંગલી મરઘીનું માંસ પીરસવાનો વીડિયો વાયરલ થયો છે. જંગલી મરઘીનો શિકાર કરવા પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો છે. ભારત સરકારે વન્યજીવોના સંરક્ષણ માટે વર્ષ 1972માં વન્યજીવ કાયદો ઘડ્યો હતો. આ કાયદા હેઠળ જંગલી પ્રાણીઓને મારવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને તેમના સંરક્ષણની પણ વાત કરવામાં આવી હતી. આ કાયદા હેઠળ જંગલી પ્રાણીઓના નામ આપવામાં આવ્યા છે, જેની હત્યા પર પ્રતિબંધ છે. જો કોઈ વ્યક્તિ જંગલી મરઘી અને અન્ય સંરક્ષિત પ્રાણીઓનો શિકાર કરે તો તેને ત્રણથી સાત વર્ષની જેલની સજા થઈ શકે છે. મહત્વની વાત એ છે કે આ કાયદામાં વૃક્ષોનું પણ રક્ષણ કરવામાં આવ્યું છે. અધિનિયમની સૂચિ 1 અથવા સૂચિ 2 ના ભાગ 2 હેઠળ સજાની જોગવાઈ છે. 10,000 રૂપિયાનો દંડ પણ ભરવાની જોગવાઈ કરવામાં આવી છે.

હિમાચલ પ્રદેશમાં, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ-1972 અને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એમેન્ડમેન્ટ એક્ટ 2022 હેઠળ જંગલી મરઘીની તમામ પ્રજાતિઓને અનુસૂચિત જંગલોમાં રાખવામાં આવી છે. અનુસૂચિ-1માં માત્ર એવી જ પ્રજાતિઓને રાખવામાં આવી છે, જે અત્યંત જોખમી છે અને જેમનો શિકાર અને હત્યા કોઈપણ રીતે ગુનાહિત કૃત્ય ગણાય છે અને તેમાં સજાની જોગવાઈ છે અને આવા કિસ્સાઓમાં 3 વર્ષથી લઈને 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.

શું છે સમગ્ર મામલો

મુખ્યમંત્રી સુક્ખુના રાત્રિ ડિનર મેનુ વાયરલ થયું હતું. એટલું જ નહીં રાત્રિભોજન દરમિયાન, જંગલી મરઘીનું માંસ પણ પીરસવામાં આવ્યું હતું. જોકે સીએમએ માંસ ખાધું નહોતું, પરંતુ જંગલી મરઘીનો શિકાર કેવી રીતે થયું તે પૂછતા જોવા મળ્યા હતા. ઉપરાંત, મુખ્મંત્રીએ અન્ય લોકોને માંસ લેવાનો આગ્રહ કર્યો હતો. વીડિયોમાં સ્વાસ્થ્ય મંત્રી પણ તેમની સાથે જોવા મળ્યા છે, પરંતુ તેઓ પણ માંસ ખાવાની ના પાડતા જોવા મળે છે.

જંગલી મરઘી પર ટિપ્પણી કરતા, ભાજપના પ્રદેશ પ્રવક્તા અને સોશિયલ મીડિયા વિભાગના પ્રભારી ચેતન બ્રગટાએ જણાવ્યું હતું કે, માનનીય મુખ્યમંત્રીની મુલાકાત થોડા દિવસો પહેલા ચૌપાલ વિધાનસભા ક્ષેત્રમાં થઈ હતી, જ્યાં તેમને એક ગામમાં રાત્રિભોજન માટે જંગલી મરઘીનું માંસ પીરસવામાં આવ્યું હતું. તે જંગલી મરઘી પણ સરકાર દ્વારા પ્રકાશિત મેનુ પર પણ તેનો સમાવેશ કરવામાં આવ્યુો હતો, આ સ્પષ્ટપણે ગેરકાયદેસર છે. પ્રવક્તાએ કહ્યું કે જંગલી મરઘી સંરક્ષિત શ્રેણીમાં આવે છે. શેડ્યુલ બર્ડની (Schedule Bird) કેટેગરી અને સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હિમાચલનાCM  સુખવિંદર સિંહ સુખુના ભાજપ પર પ્રહાર ‘પોતાની જાળમાં ફસાયું ભાજપ, લોકોને નહિ ગમે વેચાતા નેતા’

આ પણ વાંચો:હિમાચલ પ્રદેશની સુખવિંદર સિંહ સુખુ સરકારનું આવતીકાલે કેબિનેટ વિસ્તરણ,આટલા મંત્રીઓ શપથ લેશે

આ પણ વાંચો:સિમલામા સમરહિલ લેન્ડસ્લાઈડની ઘટના, 24 કલાકમાં સિમલામાં સૌથી વધુ મોત, CM સુખવિંદર સિંહે ઘટનાસ્થળે