Political/ છ મનપાની બોડીની રચના આ તારીખ પછી થશે : બાવળામાં CM રૂપાણીની જાહેરાત

બાવળામાં CM રૂપાણીની જનસભા : અમે ગુજરાતને પાણીદાર બનાવવા માંગીએ છીએ

Gujarat Others Trending
cm rupani corona 1 છ મનપાની બોડીની રચના આ તારીખ પછી થશે : બાવળામાં CM રૂપાણીની જાહેરાત

6 માનપાની ચૂંટણી અને મત ગણતરી પ્રક્રિયા સંપન્ન થઇ ચુકી છે. ત્યારે રાજ્યમાં હજુ પણ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી બાકી છે. અને જે આગામી ૨૮ ફેબ્રુઆરી ના રોજ યોજાશે જે માટે હાલમાં ચૂંટણી પ્રચાર અને પ્રસારનું કાર્ય ચાલી રહ્યું છે. જે અંતર્ગત આજ રોજ બુધવારે CM રુપાણીએ બાવળામાં જન સભાને સંબોધન કર્યુહતું.

પોતાના સંબોધનમાં હાલમાં રાજ્યની 6 મનપા  બોડીની રચના અંગે જાહેરત કરી હતી. તેમને જણાવ્યું હતું કે, હાલમાં મનપા બોડી અંગે કોઈ કાર્યવાહી કે વિચારણા હાથ ધરવામાં આવશે નહી. હાલ ભાજપનું સમગ્રે ધ્યાન ૨૮ તારીખની ચૂંટણી પર રહેશે. ૨૮ તારીખની ચૂંટણી બાદ 6 મનપા ની  બોડીની રચનાનો નિર્ણય લેવામાં આવશે.

Gujarat / ગુજરાતમાં મનપાના પરિણામો બાદ ભાજપ – કોંગ્રેસ વચ્ચે નવા સમીકરણો રચાવાની શક્યતા

CM રૂપાણીનું જનસભામાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, અમે ગુજરાતને પાણીદાર બનાવવા માંગીએ છીએ. 2022 સુધી 100 ટકા ઘરોમાં પહોંચશે પીવાનું પાણી મળી રહેશે. પાણીનો પ્રશ્ન હવે ભુતકાળ બની ગયો છે. સૌની યોજના,સુફલામ યોજના લાવ્યા છીએ.

reject / કોંગ્રેસને સુપ્રીમ કોર્ટ તરફથી વધુ એક ઝટકો, હવે સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી

મનપા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હારને લઈને તેમને જણાવ્યું હતું કે, જનતા કોંગ્રેસથી નફરત કરે છે અને એટલે જ આ મનપા ચૂંટણીમાં કોંગ્રેસને જાકારો આપ્યો છે. કોંગ્રેસે દેવા નાબૂદીની માત્ર વાતો કરી હતી. નરેન્દ્રભાઈ દર વર્ષે 6 હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે

ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે CM ઉભા થઈને જાહેર સભા સંબોધિત કરતા હોય છે. પરંતુ કોરોના સંક્રમિત થયા બાદ આ તેમની ઓઅહેલી જાહેર સભા હતી. અને તેમને નાદુરસ્ત તબિયત ણે લઇ ને ખુરશી પર બેઠા બેઠા જાહેર સભાને સંબોધિત કરી હતી.

કોરોના અંગે તેમને માહિતી આપતા જણાવ્યું હતું કે, હજુ કોરોના ગયો નથી, આપણે ધ્યાન રાખવાનું છે. ગુજરાતમાં અનેક ચેકપોસ્ટ મૂકી બહારથી આવતા લોકોનું ચેકીંગ થાય છે. કોરોના કાળમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે.