Ahmedabad News : પ્રયાગરાજમાં ટેન્ટ બુકિંગ તેમજ ફ્લાઈટ બુક કરાવતા પહેલા ચેતી જવા જેવું છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં કુંભ મેળામાં દર્શન માટે હાલમાં મોટી સંખ્યામાં શ્રધાધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ઘણાં દર્શનાર્થી મોબાઈલથી ઓનલાઈન ટેન્ટ બુકિંગ કરવા માટે ગુગલ સર્ચ કરતા હોય છે.
જેમાં જુદી જુદી વેબસાઈટ ઓપન કરી તેમાં દર્શાવેલા મોબાઈલ નંબર પર વોટ્સએપના માધ્યમથી સંપર્ક કરીને તેઓએ જણાવેલા ટેન્ટ તેમ જ ત્યાં આવવા જવા માટેની ફ્લાઈટનું બુકિંગ પણ કરતા હોય છે. જેમાં કેમ્પ બુકિંગ સર્ચ કરતા campbooking.info નામની વેબસાઈટ પરથી ટેન્ટ બુકિંગ અને પ્રયાગરાજ જવા આવવાની ફ્લાઈટ બુક કરતા ઓનલાઈન છેતરપિંડીનો બનાવ બન્યો હતો. આ અંગે સાયબર ક્રાઈમમાં ગુનો દાખલ થયો છે.
આથી પ્રયાગરાજ ખાતે જતા દર્શનાર્થીઓને આ વેબસાઈટ પર ટેન્ટ તેમજ ફ્લાઈટ બુકિંગ ન કરવા સાયબર ક્રાઈમ પોલીલ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન બુકિંગ કરતા પહેલા વેબસાઈટની યોગ્ય ખરાઈ કર્યા બાદ જ બુકિંગ કરવા પોલીસે સુચના આપી છે.
આ પણ વાંચો: સ્ટાફ નર્સની પરીક્ષાને પણ ‘નર્સિંગ ટ્રીટમેન્ટ’ની જરૂર !
આ પણ વાંચો: નર્સિંગ સ્ટાફની ભરતી પરીક્ષામાં ગોલમાલની શંકા : આન્સર કીમાં જવાબોની ગોઠવણ?
આ પણ વાંચો: NTA ઑફલાઇન પેન-પેપર મોડમાં NEET UG 2025 પરીક્ષા યોજશે