નવરાત્રી/ નવરાત્રીમાં રોમિયોગીરી કરનારાઓ શી ટીમનો ભોગ ન બને, તે માટે ચેતી જજો….

શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ગરબા મેદાના ઉપર જનારી યુવતીઓની રોમિયો દ્વારા છેડતીની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આવી કોઈ બાબત અને કિસ્સાઓ નવરાત્રી જેવા પવિત્ર તહેવારના દિવસો દરમિયાન ન બને તે માટે

Top Stories Gujarat Navratri Celebration Vadodara Navratri 2022
Untitled 24 24 નવરાત્રીમાં રોમિયોગીરી કરનારાઓ શી ટીમનો ભોગ ન બને, તે માટે ચેતી જજો....

વડોદરામાં રોમિયોગિરી કરનારાની હવે ખેર નથી, ગરબા મેદાનોમાં અને શહેરના માર્ગો પર યુવતીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસની શી ટીમ દ્વારા ખાસ મુહિમ ચલાવવામાં આવી રહી છે.

વડોદરાના નવરાત્રી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે ત્યારે શહેરના લોકો પણ નવ દિવસ નવરાત્રીના અલગ અલગ ગરબા મેદાનો અને ચાંચરચોકમાં અંબાની આરાધનાના આનંદમાં ગરબે ઘૂમતા હોય છે ત્યારે વિશેષ રૂપે યુવતી અને મહિલાઓની સુરક્ષા માટે વડોદરા પોલીસે ખાસ પહેલ શરૂ કરી છે અને રાત્રે ગરબે રમવા નીકળતી યુવતી અને મહિલાઓની સુરક્ષામાં કોઈ પ્રકારની સુખ ના રહી જાય તેવી અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને તેના જ ભાગરૂપે હવે કોઈપણ રોમિયોગીરી અને છટકા ગીરી કરનાર તત્વો વડોદરા પોલીસ ની શિ ટીમ ની નજરથી બચી નહીં શકે.

નવરાત્રીના પર્વમાં સામાન્ય રીતે મોટી સંખ્યામાં યુવક યુવતીઓ ગરબે ઘૂમવાના આનંદ માટે શહેરના અલગ અલગ ગરબા મેદાનો અને શેરી ગરબા ઉપર રમવા પહોંચતા હોય છે ત્યારે દૂર દૂરથી ગરબા મેદાનો સુધી જતી યુવતીઓની સુરક્ષા ને ધ્યાનમાં રાખવી વડોદરા પોલીસની નૈતિક જવાબદારી પણ છે ત્યારે આ જવાબદારી નિભાવવા માટે વડોદરા પોલીસ હવે બધું કટિબદ્ધ થઈ છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ગરબા મેદાના ઉપર જનારી યુવતીઓની રોમિયો દ્વારા છેડતીની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આવી કોઈ બાબત અને કિસ્સાઓ નવરાત્રી જેવા પવિત્ર તહેવારના દિવસો દરમિયાન ન બને તે માટે વડોદરા પોલીસની શી ટીમ હવે પારંપરિક ગરબા રમવાના વેશમાં જ ગરબા મેદાનોમાં પંહોચે છે અને ખેલૈયાઓની વચ્ચે ગરબા રમતા દરમિયાન જ આ પ્રકારની છાંટકાગીરી અને રોમિયોગીરી કરનારને જરૂરી સબક પણ શીખડાવશે….

પોલીસની શી ટીમ દ્વારા બે અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે જેમાંથી એક ટીમમાં વિભાગમાં ફરજ બજાવતી યુવતીઓ ગરબા મેદાનોમાં ચણિયાચોળી જેવા પારંપરિક ખેલૈયાઓના જ પોશાકમાં ગરબા મેદાનોમાં પહોંચી યુવતીઓની સુરક્ષાનું ધ્યાન રાખી રહી છે સાથે બીજી ટીમ શહેરના અલગ અલગ વિસ્તાર અને માર્ગ પર રોમિયોગીરી કરી અને યુવતીઓને હેરાન પરેશાન કરનાર લોકો પર નજર રાખે છે સાથે ગરબા મેદાનની આસપાસની અવાવરુ જગ્યામાં પણ પેટ્રોલીંગ કરે છે સાથે ગરબા રમવા આવતા સૌ ખેલૈયાઓને પોતાની વસ્તુઓ સાચવવા અને શી ટીમ ની એપ્લિકેશન અને કંટ્રોલ નંબરથી અવગત કરાવી જરુરી માહીતી પણ આપે છે. ત્યારે આ તૈયારીઓ અને બંદોબસ્ત લઈ ને વડોદરાના શી ટીમ ના એસીપીએ જણાવ્યુ હતુ કે શહેરમાં રોમિયોગીરી કરનારાઓ શી ટીમનો ભોગ ન બને તે માટે ચેતી જજો….