હવામાનમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે આ વખતે ચોમાસું પાછું ખેંચવામાં વિલંબ થઈ રહ્યો છે અને દેશનાં ઘણા રાજ્યોમાં તાજેતરનાં કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. આ દરમિયાન શિયાળાની ઋતુને લઈને પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે.
આ પણ વાંચો – ગોળીબાર / અમેરિકાના શોપિંગ મોલમાં ગોળીબાર થતાં બે લોકોનાં મોત,પોલીસકર્મી સહિત ચાર લોકો ઘાયલ
એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ વખતે ઉત્તર ભારતમાં ઠંડી રહેશે અને જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં તાપમાન સરેરાશ કરતા ત્રણ ડિગ્રી ઓછું થઈ શકે છે. જણાવી દઇએ કે, પેસિફિક મહાસાગરમાં બનેલી ‘લા નીના’ પેટર્નની અસરને કારણે હવામાનમાં આ મોટો ફેરફાર જોવા મળશે. ‘બ્લૂમબર્ગ’નાં આ અહેવાલ મુજબ, ઉત્તર ભારતનાં કેટલાક રાજ્યોમાં આ વખતે જાન્યુઆરી અને ફેબ્રુઆરીનાં મહિના પ્રમાણમાં ઠંડા રહેશે. આ સમયગાળા દરમિયાન તાપમાનમાં મોટો ઘટાડો થશે, જે સરેરાશ કરતાં 3 ડિગ્રી નીચે જઈ શકે છે. આ સિવાય ‘લા નીના’ ની અસર ભારતમાં પણ દેખાવા લાગી છે, કારણ કે છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશનાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો છે. અહેવાલ મુજબ, ભારે વરસાદ અને ચોમાસું પાછું ખેંચવામાં વિલંબ બંને ‘લા નીના’ હવામાન પેટર્ન સાથે જોડાયેલા છે. નોંધપાત્ર રીતે, રવિવારે ભારે હિમવર્ષાને કારણે, હિમાચલ પ્રદેશનાં કિન્નૌર અને લાહૌલ-સ્પીતિ જેવા કેટલાક ભાગોમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે. શિમલામાં ભારતીય હવામાન વિભાગનાં કેન્દ્રએ જણાવ્યું કે લાહૌલ-સ્પીતિનાં કેલાંગમાં તાપમાન માઈનસ 5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે અને કેટલાક ઉત્તરીય રાજ્યોમાં શિયાળાએ દસ્તક આપી છે. હિમાચલ પ્રદેશની રાજધાનીમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 6.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આ પણ વાંચો – એલિયન્સના ખોલશે રહસ્ય / એલિયન્સના રહસ્ય ખોલી શકે છે દુનિયાનું સૌથી મોટુ ટેલિસ્કોપ,ચીનની ટેકનોલોજી પર નિષ્ણાંતોને ભરોસો
વળી, ‘લા નીના’ હવામાન પેટર્નની અસરને ધ્યાનમાં રાખીને, વિશ્વભરની હવામાન એજન્સીઓએ સામાન્ય તાપમાનથી નીચે રહેવાની ચેતવણી આપી છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઠંડા હવામાનને કારણે ઘણા એશિયન દેશોમાં ઉર્જા સંકટ ઉભું થઈ શકે છે. આમાંથી, ચીન વિશે ખાસ ચિંતા ઉભી કરવામાં આવી છે, જ્યાં ઉર્જાનો વપરાશ સૌથી વધુ છે. આપને જણાવી દઈએ કે, એશિયાનાં અન્ય દેશોની જેમ ભારત પણ ઈંધણની વધતી કિંમતોથી ઝઝૂમી રહ્યું છે. જો કે, અન્ય દેશોની તુલનામાં, ભારત શિયાળામાં ઓછી ઉર્જા વાપરે છે, કારણ કે એર કંડિશનનો ઉપયોગ ઓછો થાય છે.