માધ્યમોમાં ભલેને આવ્યાં કરે, અહેવાલ ભલેને છાપે ચઢ્યાં કરે. કેટલાંક વહિવટી તંત્ર એટલાં ખાઈબદેલા હોય છે કે તેમના પેટનું પાણી પણ નથી હલતું, ભલે પછી રસ્તા પર ગટરનું પાણી જ પાણી હોય. વાત કરીશું સૌરાષ્ટ્રના એક મોટા શહેરના એક વિસ્તારની કે જ્યાં તંત્રની નિર્લજ્જતાના બોલતા પુરાવા રસ્તા પર જોવા મળે છે.
રસ્તા પર તંત્રની બેશરમીનું પાણી!
ના રે ના, આમને કોઈ શરમ નથી..!
નાગરિકોના નાણાં વપરાશે એમના કામ નહીં થાય!
મહાનગર હોય તો શું થયું એમને તો આ બધું આદતમાં છે!
મહાનગર જામનગરનો બેડી વિસ્તાર. ચોમાસું હોય કે ન હોય અહીના લોકોને આ પીડા જાણે કે બારમાસી થઈ ગઈ છે. રસ્તા પર ગટરના ગંદા પાણી અહીં સામાન્ય છે. પરિણામ સ્વરૂપ ઘરે ઘરે માંદગીના ખાટલા પણ છે. ભૂગર્ભ ગટરનું કામ થયું નથી. બેડી વિસ્તાર કહેવાની રીતે તો જામનગરનો નં.1 વોર્ડ છે પણ સ્થિતિના પ્રમાણે છેલ્લો નંબર આપવો પડે એવી હાલત છે. સ્થાનિકોનો રોષ પણ એટલે જ વ્યાજબી છે.
જ્યારે આ અંગે જેની જવાબદારી છે તેવા સરકારી અધિકારી પાસે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું તો પહેલાં તો તેમણે ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કરાશે એમ કહીને આશ્વાસન આપ્યું પણ જ્યારે રસ્તા પર ભરાતા ગટરના ગંદા પાણી અંગે પૂછયુ તો તેમનો જવાબ…..!!!!
આખા મામલામાં વિપક્ષના નેતા રાબેતા મુજબ વિરોધ કરવામાં તો અગ્રેસર દેખાયા પણ નક્કર કામગીરી કરાવવામાં એમની પણ લાચારી દેખાઈ આવે છે. સત્તામાં છે નહીં એટલે પ્રહાર કર્યાં સિવાય વિશેષ કશું એમનાથી થઈ શકે એમ નથી. મનપાના વિપક્ષના નેતા ખફીએ કહ્યું કે 100 કરોડની ગ્રાન્ટમાંથી આ વિસ્તારને માત્ર 9 કરોડ પાસ કરાયા છે. અને બાબુઓથી માંડીને નેતાઓની મિલિભગતથી આમજનતાને ભોગવવું પડી રહ્યું છે.
બેડી વિસ્તાર સાથે લાંબા સમયથી અન્યાય થઈ રહ્યો છે. અહીં લગભગ 35 હજાર જેટલી વસ્તી હોવા છતાં મનપા ધ્યાન ન આપતું હોવાની અને પ્રાથમિક સગવડો પૂરી પાડવામાં પણ નિષ્ફળ હોવાની ફરિયાદો સતત થઈ રહી છે. ત્યારે વહિવટી તંત્ર જલદીથી જનતાની વાત સાંભળે તો વ્યાજબી છે. નહિતર વિકાસ કરનારાને જ જનતા ફરી તક આપે છે એ પણ આપણી સામે તાજો જ દાખલો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.