એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. બંન્ને ટીમના ખેલાડીઓએ પોતાના મનોબળ મજબૂત કરી લીધા છે. બંને ટીમ દુબઈના મેદાનમાં સાથે પ્રેક્ટિસ કરી રહી છે. આ દરમિયાન ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ ઘણી વખત એકબીજાની સામે આવ્યા અને મળ્યા પણ. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પણ એકબીજાને મળ્યા હતા. બંનેએ થોડીવાર એકબીજા સાથે વાત પણ કરી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બંને ખેલાડીઓની મુલાકાતનો વીડિયો શેર કર્યો છે.
©️ meets ©️#AsiaCup2022 pic.twitter.com/OgnJZpM9B1
— Pakistan Cricket (@TheRealPCB) August 27, 2022
PCB દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં બંને ખેલાડીઓ વાતચીત દરમિયાન ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. અંતમાં રોહિત શર્મા મજાકમાં બાબર આઝમને કહે છે, ‘ભાઈ લગ્ન કરી લે.’ રોહિતની આ વાત સાંભળીને બાબર પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો, અને શરમાતા શરમાતા જવાબ આપ્યો કે ના ભાઇ,અત્યારે નહીં કરૂં.
આ પહેલા બાબર આઝમ અને પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી મળ્યા હતા. 2019ની મીટિંગનો ઉલ્લેખ કરતાં વિરાટે કહ્યું હતું કે, વિશ્વ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યા પછી પણ બાબર માટે તમારું જે સન્માન છે તે બદલાયું નથી. વિરાટે તેને વર્તમાન સમયનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો છે.