ભાવનગર,
ભાવનગરમાં પ્રેસ રોડ પર ગત રવિવારની રાત્રીએ બે કોમ વચ્ચે અથડામણ થઇ ગઈ હતી. અથડામણનું મુખ્ય કારણ અઠવાડિયા પહેલા થયેલા ઝઘડાને જણાવવામાં આવી રહ્યું છે. મોડી રાત્રીના આ ઘટના સર્જાવાથી બંને જૂથો હથિયારો લઇ સામ-સામે આવી જવાના કારણે સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગયો હતો. આ અથડામણમાં હથિયારો સાથે બંને જૂથ દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.
જયારે આ ઘટનાની જાણ થયા બાદ પોલીસ સતર્ક થઇ ગઈ હતી અને પરિસ્થિતિ કાબુમાં મેળવવા અર્થે ઘટના સ્થળે પહોંચી આવી હતી. જેમાં ડીવાયએસપી અને અન્ય પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લાવવા યોગ્ય કાર્યવાહીઓ હાથ ધરી હતી.
જયારે વાત કરવામાં આવે બંને જૂથ ઘાતક હથિયારો લઈને આવી ચડ્યા હતા પરંતુ ઘટનામાં કોઈને જાનહાની નથી થઇ. અઠવાડીયા પહેલા બંને જૂથ વચ્ચે બાળકોના રમકડાં બાબતે થયેલી અથડામણનું ગત રાત્રે પુનરાવર્તન થયું હતું.