પશ્ચિમ બંગાળમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. બંગાળ ભાજપનાં અધ્યક્ષ દિલીપ ઘોષે તેમની રેલી દરમિયાન એમ્બ્યુલન્સને માર્ગ આપવાનો ઇનકાર કર્યો હતો અને ડ્રાઇવરને બીજા રસ્તે વાહન લઈ જવા કહ્યું હતું. રાજ્યનાં નાદિયા જિલ્લામાં એક રસ્તા પર આ ઘટના બની છે. આ કેસનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ભાજપ નેતાએ એમ કહીને એમ્બ્યુલન્સને જવા દેવાની ના પાડી દીધી કે વાહનની અવરજવર તેમની રેલીમાં ખલેલ પહોંચાડી રહી હતી.
સોમવારે નાદિયા જિલ્લાનાં કૃષ્ણનગરમાં જિલ્લા વહીવટી ભવન નજીક આ ઘટના બની હતી. જ્યાં ઘોષ નાગરિકતા સુધારો અધિનિયમ સંબંધિત સભાને સંબોધન કરી રહ્યા હતા. ઘોષ ભાષણ આપી રહ્યા હતા ત્યારે એમ્બ્યુલન્સ તેમના સ્ટેજની જમણી તરફ આવી, ત્યારબાદ ઘોષે એમ્બ્યુલન્સ ચાલકને બીજી બાજુએથી જવાનું કહ્યું. ઘોષે કહ્યું કે, તમે આ રીતે નહી જઇ શકો. લોકો રસ્તા પર બેઠા છે. અશાંતિ થશે. તમે અહીંથી છોડી શકતા નથી. તમે અહીથી નહી જઇ શકો.
ભાજપ નેતા દિલીપ ઘોષે તેને રાજકીય કાવતરું ગણાવ્યું છે. તેમણે કહ્યું, આ એક કાવતરું છે અને એમ્બ્યુલન્સ પરત કરવી મારા મતે યોગ્ય હતું. જો તે ફરીથી થાય, તો હું ફરીથી કરીશ. પશ્ચિમ બંગાળમાં રાજકારણ અલગ છે અને દિલ્હી સ્ટૂડિયોમાં બેઠેલા પત્રકારો આ સમજી નહી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.