પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ શનિવારે ત્રીજી વખત મુખ્યમંત્રી પદનાં શપથ લીધા છે. દીદીએ સોમવારે સવારે પોણા અગિયાર વાગ્યે પોતાના પ્રધાનોને શપથ અપાવ્યા. એ જુદી વાત છે કે રાજભવનનાં સિંહાસન હોલનાં શપથ લેતા પહેલા રાજ્યપાલે નારદા કૌભાંડમાં ભૂતપૂર્વ પ્રધાનો અને તૃણમૂલ કોંગ્રેસનાં ટોચનાં પદાધિકારીઓ ફરહાદ હકીમ, સુબ્રત મુખર્જી, મદન મિત્રા અને સોવન ચેટર્જી વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.
રાજકારણ / વિદેશથી મળી રહેલી મદદ પર રાહુલનો સરકાર પર કટાક્ષ, કહ્યુ- જો સરકારે પોતાનુ કામ કર્યુ હોત તો…
મળતી માહિતી મુજબ નવી ચૂંટાયેલી સરકારનાં મંત્રીમંડળની પહેલી બેઠક બપોરે 3 વાગ્યે મળશે. આવી સ્થિતિમાં નારદા કૌભાંડમાં શપથ લેતા પહેલા રાજ્યપાલનો માસ્ટર સ્ટ્રોક મમતા બેનર્જીને ઉશ્કેરી શકે તેવો પણ સાબિત થઇ શકે છે. જણાવી દઇએ કે, મમતા બેનર્જીનાં પદનાં શપથ પહેલા જ રાજ્યપાલ જગદીપ ધનખડે નારદા કૌભાંડમાં ફરહાદ હકીમ, સુબ્રત મુખર્જી, મદન મિત્રા અને સોવન ચેટર્જી વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલી આ મંજૂરીથી મુખ્યમંત્રી મમતા બેનર્જી ગુસ્સામાં ભારઇ શકે છે. આવી સ્થિતિમાં મમતાને પોતાના મંત્રીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થાય તે કેવી રીતે પસંદ આવી શકે છે. આ કેસમાં ટીએમસીમાંથી ભાજપમાં જોડાયેલા સુવેન્દુ અધિકારીનું નામ પણ શામેલ છે, પરંતુ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી ન આપવાના કારણે સીબીઆઈએ હજુ સુધી તેમની સામે કાર્યવાહી કરી નથી.
ભાવ વધારો / દેશમાં મોંઘવારીનો સાપ ડંખ મારવા તૈયાર, બે દિવસની રાહત બાદ આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ
નોંધપાત્ર વાત એ છે કે, 2014 માં દિલ્હીથી એક પત્રકાર કોલકાતા આવ્યો હતો. તેમણે પોતાને એક બિઝનેસમેન તરીકે બતાવ્યો હતો અને બંગાળમાં રોકાણ કરવાની યોજના બનાવતા, તૃણમુલનાં સાત સાંસદ, ચાર પ્રધાનો, ધારાસભ્ય અને પોલીસ અધિકારીને લાંચ રૂપે કેસ રૂપિયા આપતો પૂરુ ઓપરેશનને ટેપ કર્ય હતુ. રાજ્યમાં 2016 ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ આ ટેપ બહાર પાડવામાં આવી હતી. આ ટેપ મીડિયામાં સામે આવ્યા બાદ વિપક્ષે મમતા બેનર્જી સરકાર ઉપર શાંબ્દિક હુમલો કર્યો હતો.