આગામી તારીખ 8 સપ્ટેમ્બર થી 14 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં લઈને એસટી નિગમે અંબાજી ખાતે વધારાના 1100 રુટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ સમય ગાળા દરમિયાન ગુજરાતભરમાંથી લખો શ્રધ્ધાળુઓ માં આંબાના દર્શન અર્થે આવતા હોય છે. તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાદરવી પૂનમના મેળાને લઈને એસટી નિગમ દ્વારા અમદાવાદ અને પાલનપુર, હીમતનગર, મહેસાણા થી વધારાની બસો અંબાજી ખાતે દોડાવશે. જેથી ભાવિક ભક્તોને આવન જાવનમાં સુવિધા રહે. માત્ર આમદવાદથી જ 250 થી વધુ બસો અંબાજી તરફ રવાના કરવામાં આવશે. 24 કલાક બસ સેવા કાર્યરત રાખવામા આવશે.
સાથે સાથે સરકાર દ્વારા એક વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ બસોનું GPSથી મોનિટરિંગ કરવામાં આવશે. તથા કોઈ પણ બસ ઓવેર લોડેડ ન થાય તેનુ પણ ખાસ ધ્યાન રાખવામા આવશે.
અંબાજી ખાતે પણ નિગમ દ્વારા વધારાની સુવિધા ઊભી કરવામાં આવી છે. જેમાં હંગામી પેસેંજર રેક, પીવાના પાણીની સગવડ, જાહેર શૌચાલય, એનાઉન્સમેંટની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તો સાથે વધારાનો પોલીસ બંદોબસ્ત 10 વોકી ટૉકી સેટ સાથે મૂકવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.