Botad/ મામી પર આવ્યું ભાણેજનું દિલ,આવ્યો પ્રેમનો કરુણ અંજામ

તમે સાસુ,જમાઈ કે પછી વેવાઈ,વેવાણની લવ સ્ટોરીતો સાંભળીજ હશે પરંતુ આજે વાત મામી ભાણેજના  પવિત્ર સંબંધની છે.બોટાદમાં સગા મામી સાથે ભાણેજને પ્રેમ કરવો  ભારે પડ્યો છે.જી હા… મામી-ભાણેજના સંબંધનો આવ્યો લોહિયાળ અંત આવ્યો છે.

Top Stories Gujarat Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 07 02T134658.043 મામી પર આવ્યું ભાણેજનું દિલ,આવ્યો પ્રેમનો કરુણ અંજામ

તમે સાસુ,જમાઈ કે પછી વેવાઈ,વેવાણની લવ સ્ટોરીતો સાંભળીજ હશે પરંતુ આજે વાત મામી ભાણેજના  પવિત્ર સંબંધની છે.બોટાદમાં સગા મામી સાથે ભાણેજને પ્રેમ કરવો  ભારે પડ્યો છે.જી હા… મામી-ભાણેજના સંબંધનો આવ્યો લોહિયાળ અંત આવ્યો છે.

માહિતી અનુસાર બોટાદના કારીયાણી ગામે એક યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો છે. તેમજ યુવાનની  લાશ પણ  તેના જ ઘરમાંથી મળી આવી હતી. જે મામલે કારીયાણી પોલીસે તપાસ કરતા  મામી ભાણેજના પ્રેમ સંબંધનો ખુલાસો થયો હતો. જેમાં મૃતકને પોતાના સગા મામી સાથે જ આડાસંબંધો હોવાનું સામે આવ્યું હતું જોકે છેલ્લા થોડા સમયથી બંને વચ્ચે માથાકૂટ ચાલી રહી હતીતેમજ  મકાનની બાબતે બોલાચાલી થતા જ સગા મામા,મામી તેમજ તેમના દિકરાએ મળીને યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે જેના કારને પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.

આપને જણાવી દઈએ બાબરા ગામના વતની ભાણેજ દિલીપભાઈ ખાચર નાનપણથી જ મામા ના ઘરે રહેતા હતા. જેના કારણે સગા મામી સાથે તેને પ્રેમ થઇ ગયો હતો અને તેના તેમની જોડે આડા સંબંધો હતા. જાણકારી અનુસાર દિલીપ અનાથ હોવાના કારણે તે પોતાના મામા મામી સાથે જ નાનપણથી મોટો થયો હતો.  જેના કારણે જ સગા મામી સાથે તેના આડા સંબંધો બંધાઈ ગયા હતા. જો કે સમય જતાં બંનેના સંબંધોમા તીરાડ પણ પડી હતી. જેના કરને ઘણી વાર   બંને વચ્ચે કોઈને કોઈ બાબતે ઝઘડા થતાં રહેતા હતા. જો કે બનાવના દિવસે ભાણેજ અને મામા વચ્ચે મકાન બાબતે ઝઘડો થયો હતો જેના કારણે ઝઘડાની દાઝ રાખી ને મામા, મામી અને તેમનાના દિકરાએ મળીને ભાણેજને માથે હથિયારના ઘા જીકીને તેને મોતને ઘટ ઉતાર્યો હતો.હત્યા કાર્ય બાદ ત્રણેય ફરાર થઈ ચુક્યા હતા. જોકે આ અંગે પોલીસે તપાસ કરતા તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે. અને આગળની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે.

ત્યારે હવે લોહીના સંબંધો પર સવાલ ઉભો થાય છે,જયારે પોતાનાજ પ્રોપટી માટે પોતાના દુશ્મન બની જાય છે,પરંતુ આવતનું બીજું પાસું એ પણ છે કે મામી ભાણેજના આડા સંબંધોથી ત્રાસીને પરિવારે આ પગ્લ્યું ઉઠાવ્યું હશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ

આ પણ વાંચો: જૂનાગઢમાં ગિરનાર પર્વત પર વરસાદના લીધે પગથિયા પર વહેતા પાણીથી સર્જાયા રમણીય દ્રશ્યો

આ પણ વાંચો: પોલીસની સરાહનીય કામગીરી, ગુમ થયેલ બાળકને ગણતરીના સમયમાં શોધી કાઢ્યું