Bharuch News : ભરૂચના અંકલેશ્વર જીઆીડીસીમાં કેમિકલ લિકેજની ઘટનાને પગલે ફફડાટ ફેલાયો હતો. આબનાવની વિગત મુજબ અંકલેશ્વર જીઆઈડીસીમાં કેમક્રક્ષ એન્ટરપ્રાઈઝ લિમીટેડમાં કેમિકલ લિકેજની આ ઘટના બની હતી. કેમિકલ લિકેજને કારણે હવામાં ઘાટા પીળા રંગનો ધુમાડો દેખાયો હતો. કેમક્રક્ષ લિમીટેડના પ્લાન્ટની બહાર વછુટતો ધુમાડો નજરે પડ્યો હતો.
જેને પગલે કંપનીની બહાર દોડધામ મચી ગઈ હતી અને ફફડાટ ફેલાઈ ગયો હતો.કેમિકલ લિકેજને પગલે તાત્કાલિક ડિઝાસ્ટર મેનેડજમેન્ટ કંટ્રોલને આ અંગે જાણ કરવામાં આવી હતી. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ પણ વાંચો: ગુટલીબાજ ફક્ત શિક્ષકો જ નથી, આચાર્ય પણ છે
આ પણ વાંચો: ગુજરાતમાં ભૂતિયા શિક્ષક મામલો, સાબરકાંઠામાં કુલ 5 શિક્ષકો આવ્યા સામે
આ પણ વાંચો: રાજ્યની સરકારી શાળાઓમાં 134 ગુટલીબાજ શિક્ષકોની સરકારે કરી હકાલપટ્ટી