Not Set/ ભરુચ : ગોલ્ડન બ્રિજે નર્મદા ૨૪ ફૂટની ભયજનક સપાટીએ, કાંઠા વિસ્તારને તંત્ર દ્વારા એલર્ટ કરાવાયું

મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી આવી રહેલા સતત પાણીને પગલે નર્મદાડેમમાં ભારે પાણીની આવક નોંધાઇ રહી છે. સરદાર સરોવર ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. ઉપરવાસમાંથી 5.52 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમની હાલની સપાટી 133.88 મીટરે પહોંચી છે. નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા છે. ભારે વરસાદના કારણે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. […]

Top Stories Gujarat Others
નર્મદા ભરુચ : ગોલ્ડન બ્રિજે નર્મદા ૨૪ ફૂટની ભયજનક સપાટીએ, કાંઠા વિસ્તારને તંત્ર દ્વારા એલર્ટ કરાવાયું

મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી આવી રહેલા સતત પાણીને પગલે નર્મદાડેમમાં ભારે પાણીની આવક નોંધાઇ રહી છે. સરદાર સરોવર ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. ઉપરવાસમાંથી 5.52 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમની હાલની સપાટી 133.88 મીટરે પહોંચી છે. નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા છે. ભારે વરસાદના કારણે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે.

જેને પગલે ડેમમાંથી છોડવામાં આવેલા સાડાચાર લાખ કયુસેક પાણીથી નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. ભરૂચ ખાતે નર્મદા નદીએ તેની ભયજનક સપાટી વટાવતા આસપાસના 20 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવકને પગલે ડેમમાંથી ૫,૫૨,૩૧૫ ક્યુસેક પાણી છોડાતા એની અસર ભરૂચ વિસ્તારના લોકોને પડી છે, ભરૂચના ગોલ્ડન બ્રિજે નર્મદા ૨૪ ફૂટની ભયજનક સપાટી વટાવી ૨૫ ફૂટ પહોંચી છે. નર્મદા નદીમાં છોડાતા પાણીને કારણે ભરૂચ ગોલ્ડન બ્રિજની સપાટી સતત વધી રહી છે.જેને પગલે નર્મદા નદી કાંઠાના ૨૦ જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.