Bharuch news/ ભરૂચ: જે.બી.કેમીકલ અને ફાર્માસ્યુટિકલ લી.માં કામદારનું મોત

અંકલેશ્વરની પાનોલી GIDCમાં આ બનાવ બન્યો હતો

Top Stories Gujarat
Beginners guide to 2024 12 05T124514.805 ભરૂચ: જે.બી.કેમીકલ અને ફાર્માસ્યુટિકલ લી.માં કામદારનું મોત

Bharuch News : ભરૂચમાં જે.બી.કેમીકલ અને ફાર્માસ્યુટિકલ લી.માં કામદારનું મોત નીપજતા શોકની લાગણી છવાઈ ગઈ છે. બનાવની વિગત મુજબ અંકલેશ્વરની પાનોલી GIDCમાં આ બનાવ બન્યો હતો. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કામદાર અચાનક બેભાન થઈ ગયો હતો. સારવાર અર્થે કામજદારને તાત્કાલિક જયાબેન મોદી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન કામદારનું મોત નીપજ્યું હતું.

તપાસમાં કામદાર મુળ ડેડીયાપાડાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહનો કબજો મેળવ્યો હતો. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ કામદારના મોતનું સાચુ કારણ સામે આવશે, એમ પોલીસે કહ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાજપમાં મોટા વિવાદના એંધાણ, અમરેલી નગરપાલિકા પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મુકાઈ

આ પણ વાંચો: અમરેલીમા અસલી પોલીસની વરદીમા નકલી પોલીસ અધિકારી ઝડપાયો

આ પણ વાંચો: અમરેલીમાં એક સાધુએ અન્ય સાધુને ઢોર માર માર્યાનો વીડિયો વાયરલ