વડાપ્રધાન મોદી તેમની બે દિવસીય ગુજરાત રાજ્યની મુલાકતે આવેલા છે. તેઓ આજે સોમવારે ભરૂચ ખાતે જન સભાને સંબોધી હતી. તેમણે ભરૂચમાં રૂ. 8000 કરોડથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ. જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ, ભારતને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં વધુ એક પગલું. વર્ષ 2021-22માં, દવાઓની કુલ આયાતમાં આ દવાઓનો હિસ્સો 60 ટકાથી વધુ હતો. આ પ્રોજેક્ટ આયાત અવેજી સુનિશ્ચિત કરવામાં અને જથ્થાબંધ દવાઓમાં ભારતને આત્મનિર્ભર બનવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અન્ય પ્રોજેક્ટ કે જેના માટે વડાપ્રધાન શિલાન્યાસ કર્યો હતો. તેમાં અંકલેશ્વર એરપોર્ટનો ફેઝ-1 અને અંકલેશ્વર અને પાનોલી ખાતે મલ્ટી-લેવલ ઔદ્યોગિક શેડના વિકાસનો સમાવેશ થાય છે, જે MSME ક્ષેત્રને પ્રોત્સાહન આપશે.
દહેજ ખાતે 130 મેગાવોટ કો-જનરેશન પાવર પ્લાન્ટ સાથે સંકલિત 800 TPD કોસ્ટિક સોડા પ્લાન્ટનું સમર્પણ. દહેજ ખાતેના હાલના કોસ્ટિક સોડા પ્લાન્ટના વિસ્તરણને પણ સમર્પિત કર્યું, જેની ક્ષમતા 785 MT/દિવસથી વધારીને 1310 MT/દિવસ કરવામાં આવી છે. દહેજમાં જ વાર્ષિક એક લાખ મેટ્રિક ટનથી વધુ ક્લોરોમિથેનનું ઉત્પાદન કરવાના પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અન્ય પ્રોજેક્ટ્સમાં દહેજ ખાતે હાઈડ્રાઈઝિન હાઈડ્રેટ પ્લાન્ટનો સમાવેશ થાય છે, જે ઉત્પાદનની આયાત અવેજીમાં મદદ કરશે. આ ઉપરાંત IOCL દહેજ-કોયલી પાઈપલાઈન પ્રોજેક્ટ, ભરૂચ ભૂગર્ભ ગટર અને STPના કામો અને ઉમલા આસા પાનેથા રોડને પહોળો અને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે.
પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, એક જમાનો હતો આપણું ભરુચ ખાલી ખારી સિંગના કારણે ઓળખાતું હતું, આજે ભરુચ ઉદ્યોગ, વેપાર, બંદરો કેટકેટલી બાબતોમાં તેનો જયજયકાર થઈ રહ્યો છે. ગુજરાતમાં જે શિલાન્યાસ અને લોકાર્પણના કામ થઈ રહ્યા છે. જૂની સરકારમાં ગુજરાતનું કુલ બજેટ હતું એના કરતા વધારે મેં એક પ્રવાસમાં લોકાર્પણ-શિલાન્યાસના કાર્યક્રમો કરી દીધા છે. આજે ગુજરાત ક્યાંથી ક્યાં પહોંચી ગયું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નક્સલવાદીઓ નવા સ્વરૂપમાં રાજ્યમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. નક્સલવાદને ગુજરાતમાં પ્રવેશવા ન દેવા માટે આદિવાસીઓના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે શહેરી નક્સલીઓ હવે નવા સ્વરૂપમાં યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે કેવી રીતે ઘણા રાજ્યોમાં નક્સલવાદીઓએ યુવાનોને હથિયારો આપીને તેમનું ભવિષ્ય બરબાદ કર્યું. પીએમએ કહ્યું કે શહેરી નક્સલવાદીઓની પાછળ વિદેશી શક્તિઓ છે. યુવાનીયાઓને ભોળવી તેમના હાથમાં બંદૂક પકડાવી દીધી. મારે નક્સલવાદને ગુજરાતમાં પેસવા નથી દેવો. મારે તેમની જિંદગી બચાવવી છે. એટલા માટે ઉમરગામથી આદિવાસી પટ્ટામાં વિકાસનું બિડું ઉઠાવ્યું. મારા આદિવાસી ભાઈ-બહેનોએ મારી વાત માની. પરિણામે ગુજરાતમાં નક્સલવાદ એ રસ્તેથી ઘુસી ન શક્યો. આ માટે હું તેમનો આધાર માનું છું. હવે ઉપરથી ઉડીને અર્બન નક્સલો ગુજરાતમાં પગપસારો કરી રહ્યા છે. પણ આપણે આપણા સંતાનોને એલર્ટ કરવાના છે.