ભાવનગર,
ભાવનગરના પાલીતાણા શહેરમાં મધ્ય વિસ્તારમાં દીપડો ઘૂસ્યો. તળેટી રોડ પર મહેતા ડેરી વાળા ખાચામાં દીપડો દેખાતા લોકોમાં ભય સર્જાયો હતો.
દીપડો કોઈ બિલ્ડિંગમાં છુપાયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ત્યારે વનવિભાગનો કાફલો પાંજરા સાથે દોડી ગયો હતો. લોકોના ટોળા દીપડાને જોવા ઉમટ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પાલીતાણા નજીકના રાણપરડા ગામે ગઇકાલે ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો. ત્યારે ફરીવાર દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.