ભાવનગર કાળિયાર મોત અંગે મોટો ખુલાસો થયો છે. આપણે જણાવી દઈએ કે આજથી પહેલાં કાળાથળાવ નર્મદ રોડ પાસે પાંચ કાળિયારના મૃતદેહો જોવા મળ્યા હતા. જે કે ખાબોચીયામાં અને નાળામાં ભરેલ પાણીના અને મૃત કાળિયારના મોઢામાંથી નીકળેલા પાણીવાળી માટીના નમુના લઇ તેમજ કાળિયારના મૃતદેહમાંથી એફએસએલ માં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.
આપને જણાવી દઈએ કે ઘટના સ્થળે કાળિયારનાં મોતના અંતરે અર્ચિત કેમિકલ ફેક્ટરીની 400 મીટરના અંતરે છે અને આજ વિસ્તારમાં કાડિયારનું મોત નીપજ્યું હતું. નર્મદ ગામના મોક્ષમંદિર નજીક પડતર જમીનમાંથી ત્રણ કાળિયાર મૃત મળી આવી હતી. જો કે આ ઘટના પર વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
રિપોર્ટ બહાર આવ્યા પ્રમાણે પાંચ કાળિયારના મોત કેમિકલયુક્ત પાણી પીવાથી જ નિપજ્યા હતા તેવું સ્પષ્ટ થયું હતું. જો કે કેમિકલ યુક્ત પાણી અર્ચિત ઓર્ગેનોસિસ કંપનીની પ્રોડક્ટનું જ કેમિકલયુક્ત પાણી છે એવું જાણવા મળ્યું છે. આ મામલે વન વિભાગ દ્વારા કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર અને મેનેજરની અટકાયત કરીને કોર્ટમાં રજૂ કરાયા હતા જો કે તેમને શરતી જામીન મળી ગયા છે.