ભાવનગર શહેર જીલ્લા ની વિધાનસભાની સાત બેઠકો આવેલ છે આ સાત બેઠકો તે પૈકી ૨૦૨૨માં ભાવનગર શહેર અને જીલ્લાની નોધાયેલી વસ્તી ૨૬,૮૪,૭૮૫ જેની સામે ૧૮,૦૪,૮૭૭ નોધાયેલા મતદારો છે. પરંતુ વ્યાપક પ્રમાણમાં સમાજિક, વ્યાવસાયિક અને આર્થિક કારણોસર સ્થળાંતર થયેલ છે. જેના કારણે રાજકીય પંડિતો અને રાજકીય સમીકરણ ભૂલ ભરેલા થવાની સંભાવના રહેલી છે
ભાવનગર જીલ્લામાં વર્ષોથી ભાજપનું પ્રભુત્વ રહેલું છે. જેનું એવું પણ કારણ આપી શકાય કે શહેર જીલ્લા સ્તરે કોંગ્રેસમાં સબળ નેતૃત્વનો અભાવ અને મતદારોનો જોખ ભાજપ તરફી વધુ જોવા મળી રહ્યો છે પરંતુ હાલનાં સમયમાં આમ આદમી પાર્ટી મેદાનમાં આવતા ભાજપનાં આગેવાનો દોડતા થયા છે. જોકે આમ આદમી પાર્ટીને ભાવનગર જીલ્લામાં કંઈક કરી બતાવવામાં વર્ષો લાગી જાય તેવું ગણિત રાજ્કીય પંડિતોમાં ચર્ચાય રહ્યું છે. જોકે આમ આદમી પાર્ટીની નજર ગુજરાતનાં મહાનગરો ઉપર છે ક્યાં કેટલું પાણી બતાવી શકે છે એ માટે વેટ એન્ડ વોચ…
ભાવનગર જીલ્લાની સાત બેઠકો પર નજર કરીએ તો ૨૦૧૭માં પાટીદાર આંદોલન ચરમસીમાએ હતું. તેમ છતાં ભાજપ ૭ માંથી ૬ બેઠક પર વિજય મેળવવામાં સફળ રહ્યું હતું. છેલ્લા ઘણા સમય થી ખોડલધામનાં નરેશ પટેલનો રાજકીય પક્ષમાં પ્રવેશની વાતો ચાલી રહી છે જોકે નરેશ પટેલ પોતે હજુ થોભો અને રાહ જોવો નીતિ અપનાવી રહ્યા છે જોકે લેઉવા પાટીદારનાં આગેવનો વાતચીતમાં જણાવ્યું હતું કે નરેશભાઈ પટેલ જો રાજકારણમાં પ્રવેશ કરે તો તેમણે ખોડલધામમાંથી રાજીનામું આપવું પડે માટે એવી ગણતરી મુકાઇ છે કે નરેશ પટેલ કોઈ રાજકીય પક્ષની કંઠી નહી પહેરે.
જીલ્લાની સાત બેઠકો….
- મહુવા-૯૯
- તળાજા-૧૦૦
- ગારીયાધાર-૧૦૧
- પાલીતાણા-૧૦૨
- ભાવનગર-ગ્રામ્ય-૧૦૩
- ભાવનગર પૂર્વ-૧૦૪
- ભાવનગર પશ્ચિમ-૧૦૫
મહુવા-૯૯
મહુવા વિધાનસભામાં આર.સી.મકવાણા ગત વિધાનસભા ચુંટણી વિજય બન્યા હતા એ પહેલાની ચુંટણી તેમનાં પત્ની ભાવનાબેન મકવાણા વિજય બન્યા હતા. આમ પતિ પત્ની છેલ્લા ૧૦ વર્ષ થી મહુવા વિધાનસભા બેઠક પર કબ્જો રાખીને બેઠા હોય. જેના કારણે ભાજપનાં જ સીનીયર આગેવાનોને તક નથી મળતી તેના કારણે મહુવામાં ભાજપનાં જ આગેવાનોમાં વિરોદ્ધનો વ્યાપક પ્રમાણમાં સૂર ઉઠ્યો છે. જો કે ભાવનગર ગ્રામ્ય, તળાજા અને મહુવા આ ત્રણ બેઠકો એક જ જ્ઞાતિનાં વ્યક્તિઓને ફાળવવામાં આવતી હોવાથી બાકીની જ્ઞાતિનાં ભાજપનાં આગેવાનો અમને ભવિષ્યમાં વિધાનસભાની ટીકીટ મળવાની નથી તો અમારે શા માટે નીચેનાં કાર્યકતાઓ અને મતદારોને સાંચવવાનાં આવું વિચારીને આ આગેવાનો ધીમે ધીમે સંપર્કો અને કામ કરવા થી અળગા થઇ રહ્યા છે. મહુવા બેઠકનાં આર.સી.મકવાણાને થોડા મહિના પૂર્વે રાજય ક્ર્ક્ષાનાં મંત્રી બનાવવામાં આવ્યા તેના કારણે તેમની જ જ્ઞાતિનાં લોકો માં નારાજગીનું પ્રમાણ ઉભરીને બહાર આવ્યું છે. આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં કોરોના એ સિવાયમાં પણ આર.સી.મકવાણા કઈને કઈ વિવાદમાં આવ્યા છે જેથી આ બધી જ બાબતો જોતા આ વિધાનસભા ચુંટણી દરમિયાન ઉમેદવાર ફેર બદલ ની સંભાવના રહી છે.
તળાજા-૧૦૦
ભાજપાનાં મોટા ગજાનાં નેતા ની ઉમેદવાર ની પસંદગી બાબતે જિદ્દ નાં કારણે ભાજપે તળાજા બેઠક ગુમાવી પડી છે અને લાંબા વર્ષો બાદ આ બેઠક કોંગ્રેસનાં ફાળે ગઈ જોકે તળાજા વિધાનસભા વિસ્તારનાં મતદારોમાં હાલનાં કોંગ્રેસનાં ધારાસભ્ય કનુભાઈ બારૈયા સામે નારાજગીનો સૂર જોવા મળી રહ્યો છે
ગારીયાધાર-૧૦૧
ગારીયાધારનાં ભાજપનાં અડીખમ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી ગમે તેવા રાજકીય વાવાજોડા વચ્ચે પણ વિજય બન્યા છે એટલું જ નહી ભાવનગર ડીસસ્ટ્રીકેટ બેંકની ચુંટણી પણ તેના નામે જ લડવામાં આવી હતી. ડીસસ્ટ્રીકેટ બેંકનો કબ્જો ભાજપે મેળવ્યો. જોકે ભાજપનાં મોટા ગજાનાં એક નેતાની નજર ગારીયાધાર વિધાન બેઠક પર હોય અને આગામી વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હોય જેના કારણે બુદ્ધિ પુર્વક કેશુભાઈ નાકરાણીને ડીસસ્ટ્રીકેટ બેંકનાં ચરમેન બનાવી દેવામાં એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં જોરસોર થી ચાલી રહી છે જોકે આ મોટા ગજાનાં નેતાની નજર ગારીયાધાર સીટ પર થી વિજય બની મુખ્યમંત્રી બનવાની ઈચ્છા રાખી રહ્યા છે.
પાલીતાણા-૧૦૨
પાલીતાણા વિધાનસભા બેઠક કુરજીભાઈ ગોટી થી ભાજપનાં ફાળે આવી હતી. ભાજપનાં જીલ્લાનાં પૂર્વ પ્રમુખ આ બેઠક પર થી વિજય થયેલા છે આ ઉપરાંત કેન્દ્રીયમંત્રી ડો.મનસુખ માંડવીયા પણ આ બેઠક પર થી વિજયી થયેલ છે. જોકે કોંગ્રેસનાં ઉમેદવાર પ્રવીણ રાઠોડે જીત મેળવી હતી, એ સમયે એવું કહેવાતું હતું કે ભાજપનાં ઉમેદવારને ભાજપનાં કાર્યકરોએ હરાવ્યા હતા. એક આશ્ચર્ય ની બાબત એ પણ છે કે ભાજપનાં મોટા ગજાનાં નેતા પાલીતાણા વિધાનસભા બેઠક પર થી લડવાને બદલે ગારીયાધાર બેઠક પર થી પસંદગીનો કળશ શા માટે ઢોળી રહ્યા છે શું તેમને હજુ મનમાં ભય છે કે ભાજપનાં કાર્યકરો તેમને હરાવશે આવી ચર્ચાઓ મુક્ત મને ભાજપનાં જ આગેવાનોમાં ચાલી રહી છે જોકે આ મોટા ગજાનાં નેતા કામ ઓછુ અને વાતો મોટી કરે છે એવી માન્યતા પાલીતાણા પંથકમાં વ્યાપક પ્રમાણે પ્રશરેલી છે.
ભાવનગર-ગ્રામ્ય-૧૦૩
ભાવનગર ગ્રામ્ય બેઠક જે ભૂતકાળનાં વર્ષોમાં ઘોઘા-૫૬ ગણાતી હતી અને આ બેઠક પર વર્ષો સુધી કોંગ્રેસનો કબ્જો રહ્યો હતો. પરંતુ ભાઈ પરષોતમભાઇએ સંસદની ચુંટણી અપક્ષ ઉમેદાવરી નોંધાવીને ભાવનગર જીલ્લાનાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જોકે આ પ્રવેશ કરતાની સાથે જ તેમણે તેમનું રાજકીય પ્રભુત્વ સાબિત કરી દીધું હતું અને સમય જતા પરસોતમભાઇ સોલંકી ભાજપમાં ભળી ગયા અને ત્યારે થી આજ સુધી ઘોઘા-વિધાનસભા કે ભાવનગર ગ્રામ્ય પર પરષોતમભાઇ સોલંકી સતત વિજય બનતા રહ્યા છે શક્તિસિંહ ગોહિલ જેવા કોંગ્રેસનાં ધુરંધર ને પણ પરસોત્તમભાઈ સોલંકી સામે હાર નો સામનો કરવો પડ્યો હતો જે પરસોત્તમ સોલંકીની સિદ્ધિ કહી શકાય. નો રીપીટ થીયરીનાં કારણે પરસોત્તમ સોલંકીને મંત્રી પદ ગુમાવું પડ્યું. હવે ના સંજોગો જોતા પરસોત્તમભાઈ સોલંકીની બીમારી જેવા કારણોસર ભાવનગર ગ્રામ્યની બેઠક પર ઉમેદવારનાં ફેરફાર ની શક્યતા રહેલી છે જો કે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે પરસોત્તમભાઈનો પુત્ર કે પુત્રી ઉમેદવાર તરીકે આવી શકે છે જો કે ભાજપનાં આઠ દસ આવેવાનો ભાવનગર ગ્રામ્યની ટીકીટ ભાજપમાંથી મેળવવા માટે એડીચોટીનું જોર લગાવશે.
ભાવનગર પૂર્વ-૧૦૪
વર્ષો થી ભાજપનાં ઉમેદવાર વિજય બને છે ગત વિધાનસભામાં કોંગ્રેસે કોળી ઉમેદવારને મેદાનમાં ઉતારીને ટ્રાય કરી હતી પરંતુ તેમાં તેને સફળતા મળી ન હતી. ભાજપનાં વોર્ડનાં અને શહેરીનાં કાર્યકર્તાઓની અવગણના અને ભાજપ સંગઠન દ્વારા પેજ પ્રમુખની કામગીરી મોટા ભાગે કાગળ પર થઇ હોય તેના કારણે મતદાનમાં અસર પડવાની સંભાવના રહેલી છે આ ઉપરાંત મોટીમોટી વાતો અને વિધાનસભા વિસ્તારમાં ચુંટણી ઢંઢેરા દરમિયાન કરેલા વાયદોઓમાંથી ઘણા વાયદાઓ લટકી રહ્યા છે રાજકીય વર્તુળમાં ચાલતી ચર્ચાઓ મુજબ હાલનાં ધારાસભ્ય વિભાવરીબેન દવેને પડતા મૂકીને નવા ઉમેદવારને ભાજપ મેદાનમાં ઉતારે જેથી કરીને લોકો ભૂતકાળની ભૂલને ભૂલી જાય અને નવો ભાજપનો ઉમેદવાર વિજય બને…
ભાવનગર પશ્ચિમ-૧૦૫
ભાવનગર પશ્ચિમમાં લાંબા સમય થી ભાજપ પાસે છે અને ભાજપનાં ઉમેદવાર વિજય બને છે કોંગ્રેસનાં ખુબજ મોટા નેતા શક્તિસિંહ ગોહિલે પણ ભાજપનાં ઉમેદવાર સામે હાર નો સામનો કરવો પડ્યો હતો. જોકે ગત વિધાનસભાની ચુંટણી પર નજર કરવામાં આવે તો જીતું વાઘાણી પ્રદેશ ભાજપનાં પ્રમુખ હતા. તેમ છતાં કોંગ્રેસનાં ઉમેદવાર દિલીપસિંહ ગોહિલે તેની લીડમાં ૫૦% નો ઘટાડો કર્યો હતો અને કોંગ્રેસનાં મતો નો રેસીયો વધ્યો હતો. જે ખુબજ મોટી બાબત કહી શકાય તે ઉપરાંત પાટીદાર મતદારો સ્થળાંતરને કારણે ઘટાડો થયો છે જેથી ભાવનગર પશ્ચિમની બેઠક પર ભાજપ ઉમેદવારમાં ફેરફાર કરે એવી શક્યતા જોવાઈ રહી છે આ ઉપરાંત ધારાસભ્ય જીતું વાઘાણી અને તેની આસપાસ રહેતી ચોકડીનાં કારણે ભાજપનો બહુ મોટો વર્ગ નારાજ જોવા મળી રહ્યો છે જે સંભવત ટીકીટ ફાળવણી વખતે બહાર આવે.
ભાવનગર પૂર્વ અને પશ્ચિમનાં ધારાસભ્યનાં જુથ્થ અને જુથ્થમાં પણ વધુ જુથ્થો ચલતા હોવાને કારણે ભાજપને મોટું કરવાને બદલે એકબીજાને કાપાકાપીમાં પડ્યા છે જે ભાજપને નુકશાન થઇ શકે છે
#કુલ વસતી-ભાવનગર જીલ્લો
પુરુષ-૧૩,૯૫૬,૧૭ અને મહિલા-૧૨,૮૯૧,૬૮ કુલ=૨૬,૮૪,૭૮૫
#કુલ મતદાર-ભાવનગર જીલ્લો
પુરુષ-૯,૩૩,૭૨૫ અને મહિલા-૮,૭૧,૧૨૮ કુલ=૧૮,૦૪૮,૮૭
#આવક
અહી ખાસ ડાયમંડ ઉદ્યોગ જેમાં કટિંગ અને પોલિશિંગ, પ્લાસ્ટિક ઉદ્યોગ, કેમિકલ ઉદ્યોગ, અલંગ જેમાં શીપ રીસાયકલીંગ જેવા એકમો લોકો માટે આવકનું સાધન બની રહ્યા છે.
#ભાવનગરની સાત વિધાનસભા આંકડા
મહુવા-૯૯ વિધાનસભા
પુરુષ-૧,૭૯,૧૫૨ અને મહિલા-૧,૮૧,૮૫૦ કુલ વસ્તી-૩,૬૧,૦૦૨
પુરુષ-૧,૨૨,૬૩૪ અને મહિલા-૧,૧૬,૩૦૧ કુલ મતદાતા-૨,૩૮,૯૩૭
તળાજા-૧૦૦ વિધાનસભા
પુરુષ-૨,૬૮,૬૭૦ અને મહિલા-૧,૮૪,૯૨૦ કુલ વસ્તી-૩,૯૩,૫૮૯
પુરુષ-૧,૨૯,૧૫૦ અને મહિલા-૧,૧૮,૧૫૩ કુલ મતદાતા-૨,૪૭,૩૦૪
ગારીયાધાર-૧૦૧ વિધાનસભા
પુરુષ-૧,૬૩,૪૦૮ અને મહિલા-૧,૬૩,૭૬૧ કુલ વસ્તી-૩,૨૭,૧૬૯
પુરુષ-૧,૧૬,૮૬૪ અને મહિલા-૧,૦૯,૮૮૭ કુલ મતદાતા-૨,૨૬,૭૫૩
પાલીતાણા-૧૦૨ વિધાનસભા
પુરુષ-૨,૦૭,૦૩૯ અને મહિલા-૨,૦૦,૨૯૬ કુલ વસ્તી-૪,૦૭,૩૩૬
પુરુષ-૧,૪૩,૬૬૩ અને મહિલા-૧,૩૩,૨૩૩ કુલ મતદાતા-૨,૭૬,૮૯૬
ભાવનગર-ગ્રામ્ય-૧૦૩ વિધાનસભા
પુરુષ-૨,૧૯,૮૩૭ અને મહિલા-૨,૦૨,૭૪૮ કુલ વસ્તી-૪,૨૨,૫૮૪
પુરુષ-૧,૫૧,૭૪૯ અને મહિલા-૧,૩૯,૭૧૨ કુલ મતદાતા-૨,૯૧,૪૬૧
ભાવનગર પૂર્વ-૧૦૪ વિધાનસભા
પુરુષ-૨,૧૬,૮૩૬ અને મહિલા-૧,૮૪,૩૨૪ કુલ વસ્તી-૪,૦૧,૧૬૧
પુરુષ-૧,૩૩,૭૫૩ અને મહિલા-૧,૨૮,૫૬૦ કુલ મતદાતા-૨,૬૨,૩૧૬
ભાવનગર પશ્ચિમ-૧૦૫ વિધાનસભા
પુરુષ-૧૯૭૯૭૭ અને મહિલા-૧૭૩૯૬૭ કુલ વસ્તી-૩૭૧૯૪૪
પુરુષ-૧૩૫૯૧૨ અને મહિલા-૧૨૫૨૮૨ કુલ મતદાતા-૨૬૧૨૨૦
#સરકારનાં કાર્યરત પ્રોજેક્ટ અને તેની અસર.
ભાવનગર જીલ્લો વિકાસની દ્રષ્ટિએ પછાત કે પાછળ રહ્યો છે કેમ કહેવું સહેજ પણ ખોટું ગણાશે નહી કારણ કે ભાવનગર શહેર જીલ્લામાં ચલતા અનેક ઉદ્યોગોને અલ્લીગઢી તાળા લાગી ગયા દેશ અને દુનિયામાં નામ નાં ધરાવતું આલ્કોક એશડાઉન શા માટે બંધ કરવામાં આવ્યું. પુરતા પ્રમાણમાં જહાજો બનાવવાનાં ઓર્ડરો હોવા છતાં તેને શા માટે બંધ કરવામાં આવ્યું તેની સમજણ બુદ્ધિજીવી વર્ગને પડતી નથી.
અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ દરવર્ષે કરોડો રૂપિયાની રેવન્યુ સરકારને આપે છે હજારો ની સંખ્યામાં લોકો આ ઉદ્યોગ પર નભી રહ્યા છે. પરંતુ અલંગમાં કામ કરતા કામદારો માટે આપવામાં આવતી સુવિધામાં શૂન્ય કહી શકાય એવી હાલત છે કામદારો મજબૂરીનાં કારણે ગંદી ગોબરી અને નાની ખોળીઓમાં રહે છે આ લોકો ને સુવિધા આપવામાં સરકાર શા માટે આંખો બંધ કરી લે છે ધારાસભ્ય કે સંસદ સભ્યોએ આ બાબત કોઈ પ્રશ્વ્નો ઉઠાવ્યો નથી.
અમદાવાદ ભાવનગર અને ભાવનગર થી સોમનાથ સ્ટેટ હાઇવે બનવાનો હતો તેના બદલે નેશનલ હાઇવે બની ગયો. એટલું જ નહી નિયમ મુજબ હજુ ૮૦% કામ પૂર્ણ થયું નથી. તેમ છતાં પ્રજા પાસે થી ટોલ ટેક્ષ ઉઘરાવવામાં આવી રહ્યો છે આ બાબતે ભાવનગરની ભાજપની નેતાગીરી મોંન ધારણ કરી બેઠી છે એટલું જ નહી આ માર્ગો થી પસાર થનાર ધારાસભ્યો અને સાંસદોએ વિધાનસભા કે સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો નથી, આ ઉપરાંત જો સ્ટેટ હાઇવે બન્યો હોત તો લોકોને એકપણ રૂપિયો ટોલ તેક્ષ ભરવો પડેત નહી જયારે આજે દરરોજ લાખો રૂપિયા તેક્ષ ભરવો પડી રહ્યો છે ભાજપનાં નેતાઓની લડાઈનાં કારણે સ્ટેટ હાઇવે ની બદલે નેશનલ હાઇવે બની ગયો જેનો દંડ પ્રજા ભોગવી રહી છે. જેની અસરો આગામી સમયમાં જ ખબર પડશે. બાકી સરકાર ના કહી શકાય તેવા પ્રોજેક્ટ જેમાં નવી જી.આઇ.ડી.સી આપવી, શહેરમાં ઓવરબ્રિજ બનાવવા, ફોર લેન રોડ-સહિતના અમુક કામો હજુ કાગળ પર તો અમુક ગોકુલગતિએ ચાલી રહ્યા છે.
#લોકો ની પ્રતિક્રિયા.
ઉદ્યોગોનો અભાવ-હયાત હીરા ઉદ્યોગ, અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં મંદી, પ્રવાસન સ્થળ હોવા છતાં માળખાગત સુવિધાનો અભાવ પરિણામે સ્થળાંતર નું પ્રમાણ મોટું.
#લોકોની જરૂરિયાત.
ભાવનગર શહેર અને જીલ્લાની પ્રાથમિક જરૂરિયાત જેમાં રોડ, રસ્તા, પાણી અને વીજળી જેમાં પાણીનો પોકાર હજુ પણ પંથકમાં જોવા મળી રહ્યો છે જે આટલા વર્ષ બાદ પણ હજુ સરકાર તેનું ૧૦૦% ઉકેલ લાવી નથી શકી તેમજ ભાવનગર-અમદાવાદ હાઈવેને ફોર લેન બનાવવા અંગે પણ હજુ કામગીરી શરુ છે. સૌથી મહત્વની બાબત જેમાં આ શહેરમાં અનેક ઉદ્યોગો વિકસિત થઇ શકે તેમ છે પરંતુ અહીની નબળી નેતા ગીરી ભાવનગરનાં વિકાસમાં બાધારૂપ છે જેના કારણે અહી અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથમાં સરકી ને બીજા જીલ્લામાં જતા રહ્યા. જેમાં અહી ના એરપોર્ટનું ડેવલપમેન્ટ કરી તેને ઇન્ટરનેશનલ કક્ષાનું બનાવી શકાય તેવું છે. અહી એમ્સ હોસ્પિટલ પણ સ્થાપિત કરી શકાય તેવી જીથરી ની તૈયાર જગ્યા છે અને આબોહવા પણ તે પણ ભાવનગરને ના મળી,
#રાજનીતિક સમીકરણ.
જીલ્લામાં ૭ વિધાનસભા સીટ છે જેમાંથી મહુવા, ગારીયાધાર, ભાવનગર-ગ્રામ્ય, ભાવનગર-પૂર્વ અને ભાવનગર-પશ્ચિમ ભાજપ પાસે છે જયારે તળાજા સીટ કોંગ્રેસનાં કબજામાં છે. છેલ્લી ત્રણ વિધાનસભા ચુંટણી માં ભાજપ વિજય થતો રહ્યો છે અને ખાસ કરી ને બે પક્ષનો જ પ્રભાવ રહ્યો છે.
#જાતીય સમીકરણ.
જીલ્લામાં બહુમત કોળી સમાજનો હોય છેલ્લા વર્ષોમાં વ્યાપક રાજકીય જાગૃતિનાં કારણે ચુંટણીમાં પ્રભાવિક ભૂમિકા રહી છે. પરિણામે મહુવા, પાલીતાણા અને ભાવનગર-ગ્રામ્ય સીટ પર કોળી સમાજનાં ઉમેદવાર વિજેતા બન્યા છે. આ ઉપરાંત લોકસભાનાં વિજેતા ઉમેદવાર પણ કોળી સમાજમાંથી જ આવે છે. ભાવનગર પૂર્વ ની બેઠક પર અગાઉ વણિક સમાજ અને હાલમાં બ્રહ્મ સમાજના પ્રતિનિધિ ચૂંટાતા આવ્યા છે આમ આ બેઠક પર ઉજળીયાત વર્ગ નો દબદબો છે તો ભાવનગર-પશ્ચિમની સીટ પણ ક્ષત્રીય, બ્રાહ્મણ અને પટેલ સમાજનાં ઉમેદવારો છેલ્લી ત્રણ ચુંટણીમાં વિજેતા બન્યા છે. ગારીયાધાર બેઠક પર પાટીદાર સમાજનો વ્યાપક પ્રભાવ જોવા મળે છે તો પાલિતાણા અને તળાજા બેઠકો પર ક્ષત્રીય, પાલીવાલ, પાટીદાર અને કોળી સમાજનાં ઉમેદવારો વિજેતા થતા આવ્યા છે.
#હાલનાં ધારાસભ્ય….
મહુવા – આર.સી મકવાણા (કોળી) ભાજપ
તળાજા – કનુભાઈ બારૈયા (કોળી) કોંગ્રેસ
ગારીયાધાર – કેશુભાઈ નાકરાણી (પટેલ) ભાજપ
પાલીતાણા – ભીખાભાઈ રવજીભાઇ બારૈયા (કોળી) ભાજપ
ભાવનગર-ગ્રામ્ય – પરસોત્તમ સોલંકી (કોળી) ભાજપ
ભાવનગર-પૂર્વ – વિભાવરી દવે (બ્રાહ્મણ) ભાજપ
ભાવનગર-પશ્ચિમ – જીતુ વાઘાણી (પટેલ) ભાજપ
#ક્યાં પક્ષ નું પ્રભુત્વ રહ્યું છે .
છેલ્લી ત્રણ વિધાનસભા ચુંટણી ૨૦૦૨-૨૦૦૭ અને ૨૦૧૨માં ભાજપનો દબદબો રહ્યો છે જયારે કોંગ્રેસ ૧ બેઠક જીતી શકી છે. ત્યારે વાત કરીએ ગત વિધાનસભા-૨૦૧૭ની તેમાં પણ ભાજપનો દબદબો રહ્યો હતો વિધાનસભાની ૭ બેઠકમાં ૬ પર ભાજપનો વિજય થયો હતો જયારે તળાજા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનાં કનુભાઈ બારૈયાનો વિજય થયો હતો
#લોકો ના મુદા.
ભાવનગરમાં આવેલ વર્ષો જૂની કાળીયાબીડ વસાહતને રેગ્યુલરાઇઝ કરવામાં આવે તે મહત્વનો મુદ્દો છે કારણ કે વર્ષોથી લોકોની માંગ રહી છે આ ઉપરાંત રસ્તા, પાણી અને પ્રાથમિક સુવિધાઓ સાથે સર્વાંગી વિકાસનાં મીઠા ફળ હજુ સંપૂર્ણ રીતે લોકો ને ચાખવા મળ્યા નથી એટલે કે લોકો માળખાગત વાહન વહેવાર, આરોગ્ય, રોજગારી, સારા શિક્ષણ સહિતનાં વિકાસને ઝંખી રહ્યા છે.
#જનતા ની માંગ અને જરૂરિયાત.
ભાવનગર શહેર અને જીલ્લાની પ્રાથમિક જરૂરિયાત, જેમાં રોડ, રસ્તા, પાણી અને વીજળી જેમાં પાણીનો પોકાર હજુ પણ પંથકમાં જોવા મળી રહ્યો છે જે આટલા વર્ષ બાદ પણ હજુ સરકાર તેનું ૧૦૦% ઉકેલ લાવી નથી શકી. તેમજ ભાવનગર-અમદાવાદ હાઈવે ને ફોર-લેન બનાવવા અંગે પણ હજુ કામગીરી શરૂ છે. તેમ છતાં પણ ટોલ ટેક્ષ લોકો પાસે થી વસુલાત કરવામાં આવે છે. સૌથી મહત્વની બાબત જેમાં આ શહેરમાં અનેક ઉદ્યોગો વિકસિત થઇ શકે તેમ છે પરંતુ અહીની નબળી નેતા ગીરી ભાવનગરનાં વિકાસમાં બાધારૂપ છે જેના કારણે અહી અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથમાં સરકી ને બીજા જીલ્લામાં જતા રહ્યા. જેમાં અહી ના એરપોર્ટનું ડેવલપમેન્ટ કરી તેને ઇન્ટરનેશનલ કક્ષાનું બનાવી શકાય તેવું છે. અહી એમ્સ હોસ્પિટલ પણ સ્થાપિત કરી શકાય તેવી જીથરી ની તૈયાર જગ્યા છે અને આબોહવા પણ તે પણ ભાવનગરને ના મળી-લાંબા અંતર ની ટ્રેઈન અને સુવિધા યુક્ત એસ.ટી બસ સ્ટેન્ડની પણ લોક માંગ જોવા મળી રહી છે અને ખાસ અહીનાં નેતાઓ અહી નવા ઉદ્યોગો સ્થપાય તે બાબતે કાર્યવાહી કરી ને લોકોને રોજગારી ની પુરતી તક પૂરી પાડે તે જરૂરી છે.
#આ ચુંટણી ની ખાસ રાજનીતિક વિશેષતા.
લોકોમાં વ્યાપક નિરાશા છતાં હજુ યોગ્ય રાજકીય વિકલ્પ ના અભાવે હજુ પણ ભાજપ સાથે રહેવાની સંભાવના જોવા મળી રહી છે જેનું કારણ છે કે કોંગ્રેસ અસરકારક વિપક્ષ તરીકે લોકોના પાયાનાં પ્રશ્નો ઉજાગર કરવામાં ઉણી ઉતર્યા ની આમ જનતામાં રાય પ્રવર્તી રહી છે