રાજ્યમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદે આવ્યા છે. ત્યારે તેમના શાસનમાં પ્રથમ બજેટ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે. સરકાર રાજ્યના વિકાસ માટે લાખો કરોડના બજેટ ફાળવી પ્રજાની સુખાકારી અને સુવિધા માટે આયોજન કરતી હોય છે. ત્યારે કેટલીક જનલક્ષી યોજનાની પણ જાહેરાત કરવામાં આવતી હોય છે. ત્યારે સૌ કોઈની નજર ભૂપેન્દ્ર પટેલની સરકારના બજેટ તરફ છે કે શું નવું લાવે છે.
જણાવીએ કે, 31 માર્ચ સુધી વિધાનસભાનું બજેટ સત્ર ચાલશે. જેમાં આવતી કાલે વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ થશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતનું વર્ષ 2022-23 ના ફાઈનાન્શિયલ વર્ષ માટેનું બજેટ રજૂ કરશે. ચૂંટણી પહેલાનું બજેટ સત્ર હોવાથી સૌની નજર હાલ બજેટ પર છે. આ ઉપરાંત સત્રમાં 7 જેટલા મહત્વપૂર્ણ બિલ સરકાર રજૂ કરશે. રાજ્યપાલના સંબોધન સાથે બજેટ સત્રની શરૂઆત થશે. સત્રમાં 2 સરકારી બિલ પણ રજૂ થશે.
સત્રના પહેલા દિવસે, ભાજપના ઉંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ અને ભારત રત્ન સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરના નિધન પ્રત્યે પણ સત્ર દરમિયાન શોક વ્યક્ત કરવામાં આવશે. તેમના પરિવારજનોને શોકાંજલિ અર્પતો પ્રસ્તાવ પસાર કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રજૂ થનારા આ શોકાંજલિ પ્રસ્તાવને વિપક્ષ નેતા સુખરામ રાઠવા સમર્થન આપશે અન્ય ધારાસભ્યો પણ શોકાંજલિમાં સામેલ થશે. ત્યારબાદ ગૃહની બેઠક મુલતવી રાખવાનો પ્રસ્તાવ થશે, જેનો સ્વીકાર થયા બાદ ગૃહની બેઠક પૂરી થવાની જાહેરાત કરાશે.
2 માર્ચ, 2022થી શરૂ થનારું ગુજરાત વિધાનસભાનું સત્ર 31 માર્ચ, 2022એ સમાપ્ત થશે. 30 દિવસના સત્રમાં શનિવાર-રવિવારની આઠ રજાઓ ઉપરાંત 18મીએ ધૂળેટીની રજા મળીને કુલ નવ રજાઓ આવશે. તેથી સત્ર કુલ 21 દિવસ માટેનું હશે. બજેટ સત્રના દિવસો ખૂબ ઓછા હોવાથી 8, 10, 15, 22 અને 24મી તારીખ એમ પાંચ દિવસ મળીને ગૃહની ડબલ બેઠક થશે. એટલે કે સવારા 10 વાગ્યાથી 3 વાગ્યા સુધી પહેલી બેઠક અને બપોરના 3.30થી મોડી સાંજ સુધી બીજી બેઠક થશે. સત્રના કુલ કામકાજના 21 દિવસોમાં ડબલ બેઠકના પાંચ દિવસ ઉમેરીને કુલ 26 દિવસ કામ થયેલું ગણાશે. સત્ર દરમિયાન રાજ્ય સરકાર તરફથી 3 જેટલા નવા કાયદા અને બાકીના 7 જેટલા કાયદામાં સુધારા કરતા બિલ રજૂ કરાય તેવી શક્યતા છે.
કોંગ્રેસે ગુજરાતની પ્રજાને રાજય સરકારની કામગીરીનો ખ્યાલ આવે તેટલા માટે લાઇવ પ્રસારણની માગણી કરી હતી, પણ રાજય સરકારે આ મુદ્દો કોર્ટમાં સબજયુડીશ છે અને કોર્ટ મેટર હોવાથી લાઇવ પ્રસારણની થઇ શકે તેમ નથી જણાવી કોંગ્રેસની માગણી સ્વીકારી ન હતી.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર પહેલાં કેબિનેટ બેઠક યોજાનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભા સંકુલમાં કેબિનેટ બેઠક મળશે. જેમાં રાજ્ય સરકારની યોજનાઓની સમીક્ષા થશે. બજેટ સત્રની તૈયારીઓ અંગે પણ ચર્ચા થશે. તો સત્રમાં સરકારની રણનીતિ અંગે પણ ચર્ચા થશે. રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો અંગે પણ વિચારવિમર્શ કરાશે.
આ પણ વાંચો :આ પરિવાર પર વરસ્યો કુદરતનો કહેર, બે જોડિયા બાળકોના ઈલાજ માટે જોઈએ છે 32 કરોડ
આ પણ વાંચો :આપના પૂર્વ નેતા મહેશ સવાણીને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં દાખલ
આ પણ વાંચો :સાવલીના માજી કોંગ્રેસ પ્રમુખના પુત્રનો મળ્યો મૃતદેહ, રહસ્યમય રીતે થયો હતો ગુમ
આ પણ વાંચો :ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નિને આવ્યું કૉર્ટનું તેંડુ, 2018માં બની હતી આ ઘટના