Gandhinagar News/ ભૂપેન્દ્ર પટેલનો પ્રજાલક્ષી નિર્ણય: રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદ્રઢીકરણ માટે ૭૭૮.૭૪ કરોડ રૂપિયા મંજૂર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ અને મકાન વિભાગની માર્ગ-પૂલ નેટવર્કને સુવ્યવસ્થિત કરવા માટે પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં ૩૨ માર્ગો પર મેજર અને માઇનર પૂલોના નિર્માણ માટે ૭૭૮.૭૪ કરોડ રૂપિયાનું ફંડ મંજૂર કરાયું છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Yogesh Work 2025 01 07T174738.006 ભૂપેન્દ્ર પટેલનો પ્રજાલક્ષી નિર્ણય: રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદ્રઢીકરણ માટે ૭૭૮.૭૪ કરોડ રૂપિયા મંજૂર

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને સલામત, સુરક્ષિત અને સુવિધા સભર રોડ નેટવર્ક પૂરું પાડવા માટેનો એક વધુ મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આ હેતુસર રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હેઠળના રસ્તા-પૂલોના નેટવર્કને સુવ્યવસ્થિત કરવા કુલ 32 માર્ગો પર નવા મેજર-માઈનર પૂલોના બાંધકામ માટે 778.74 કરોડ રૂપિયાની કરવામાં આવેલી દરખાસ્તને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ રાજ્યના સર્વગ્રાહી વિકાસની ધોરીનસ સમાન રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુદ્રઢ કરીને નાગરિકો તેમજ ઉદ્યોગ-વેપાર સૌને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો અભિગમ અપનાવ્યો છે.

એટલું જ નહીં, માર્ગો પરના સાંકડા પૂલ સ્ટ્રકચર્સને પહોળા કરીને લોકોને ટ્રાફિકજામ થવાની સમસ્યાથી મુક્તિ આપવા સહિત જુના અને નબળા હયાત પૂલો, સ્ટ્રક્ચર્સના સ્થાને મેજર-માઈનર પૂલોના પુન: બાંધકામ-મરામત વગેરે કામો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં આવા ૨૬૫ કામો માટે સમગ્રતયા 1307 કરોડ રૂપિયા  મંજૂર કરેલા છે. માર્ગ મકાન વિભાગે મુખ્યમંત્રી સમક્ષ તાજેતરમાં રજૂ કરેલી 32 માર્ગો પરના નવા મેજર- માઈનર પૂલોના બાંધકામ માટેની 778.74 કરોડની દરખાસ્તને તેમણે અનુમતિ આપી છે. આમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાછલા 2 વર્ષમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદ્રઢીકરણના વિવિધ 297 કામો માટે કુલ 2086 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રીના આ પ્રજા હિતકારી નિર્ણયને પરિણામે આગામી દિવસોમાં નાગરિકોને વધુ સુવિધાજનક રોડ નેટવર્ક મળવાથી યાતાયાત સરળ બનશે તેમજ ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે. આ નિર્ણયથી રાજ્યના સમગ્ર માર્ગ મકાન વિભાગના ઉદ્દેશો પૂર્ણ થશે અને નાગરિકોને શ્રેષ્ઠ પરિવહન સુવિધાઓ પ્રાપ્ત થશે, જે આર્થિક વિકાસ અને સાહસિક પ્રવૃત્તિઓ માટે પણ અનુકૂળ રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં CREDAI ‘પ્રોપર્ટી શો GUJCON’ નું ઉદ્ઘાટન કર્યું : જંત્રીમાં સરકારનો રાહતનો સંકેત

આ પણ વાંચો: ખેલ મહાકુંભ ૩.Oનો રાજકોટથી શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો: અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉને ખુલ્લો મૂકાયો, CM ભૂપેન્દ્ર પટેલે કર્યુ ઉદ્ધાટન