IPL Mega Auction: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની મેગા ઓક્શન બે દિવસ માટે થઈ રહી છે. હરાજીના પ્રથમ દિવસે ઋષભ પંતનો દબદબો રહ્યો હતો. પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. આ હરાજીનું આયોજન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં કરવામાં આવી રહ્યું છે. મેગા ઓક્શનમાં કુલ 577 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. વધુમાં વધુ 204 ખેલાડીઓની હરાજી થઈ શકે છે. આઈપીએલની આ 18મી હરાજી છે.
હરાજીનો પ્રથમ દિવસ સમાપ્ત
IPL મેગા ઓક્શનનો પ્રથમ દિવસ 24મી નવેમ્બર (રવિવાર)ના રોજ સમાપ્ત થઈ ગયો છે. પ્રથમ દિવસે ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો હતો. આ દરમિયાન 72 ખેલાડીઓ વેચાયા હતા. કેટલાક ખેલાડીઓ નિરાશ પણ થયા હતા. ઋષભ પંતે હરાજીના પહેલા દિવસે ઈતિહાસ રચ્યો હતો. પંત હવે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. ઋષભ પંતને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
સોમવારની હરાજી
દિલ્હી કેપિટલે ડુ પ્લેસિસને 2 કરોડમાં ખરીદ્યો
અજીંકયા રહાણે, પૃથ્વી શો અને મયંક અગ્રવાલ રહ્યા અનસોલ્ડ
ગુજરાતે વોશિંગટન સુંદરને 3.20 કરોડમાં ખરીદ્યો
CSKએ સેમ કરનને 2.40 કરોડમાં ખરીદ્યો
પંજાબે માર્કો યાન્સેનને 7 કરોડમાં ખરીદ્યો
ડેરિલ મિચેલ, સાઈ હોપ રહ્યો અનસોલ્ડ
RCB એ કૃણાલ પંડ્યાને 5.70 કરોડમાં ખરીદ્યો
રાજસ્થાને નીતીશ રાણાને 4.20 કરોડમાં ખરીદ્યો
SRH એ જોશ ઇંગ્લિશને 2.60 કરોડમાં ખરીદ્યો
રાજસ્થાને તુષાર દેશપાંડેને 6.50 કરોડમાં ખરીદ્યો
ગુજરાતે જેરાલ્ડ કોએત્ઝીને 2.40 કરોડમાં ખરીદ્યો
RCBએ ભુવનેશ્વર કુમારને 10.75 કરોડમાં ખરીદ્યો
લખનઉએ આક્શદીપને 8 કરોડમાં ખરીદ્યો
મુંબઈએ દીપક ચાહરનેને 9.25 કરોડમાં ખરીદ્યો
પંજાબે મુકેશકુમારને 8 કરોડમાં ખરીદ્યો
ભારતીય બેટ્સમેન શુભમ દુબેને રાજસ્થાને 80 લાખમાં ખરીદ્યો
શેખ રસીદને CSK એ 30 લાખમાં ખરીદ્યો
હિમ્મત સિંહને લખનૌએ 30 લાખમાં ખરીદ્યો
હમણાજ ટેસ્ટમાં એક ઈનિંગમાં 10 વિકેટ ખેરવનાર અંશુલ કંબોજને ગુજરાતે 1.30 કરોડમાં ખરીદ્યો
દર્શન નાલકંડેને દિલ્હી કેપિટલે 30 લાખમાં ખરીદ્યો
RCB એ RTMનો ઉપયોગ કરી સ્વપ્નીલ સિંહને 50 લાખમાં ખરીદ્યો
ગુજરાતે ગુરનુર સિંહને 1.30 કરોડમાં ખરીદ્યો
CSK એ મુકેશ ચૌધરીને 30 લાખમાં ખરીદ્યો
ઝીશાન અંસારીને હીદારબાદે 40 લાખમાં ખરીદ્યો
વેસ્ટઇન્ડીઝના ઓલરાઉન્ડર શરફેન રૂથરફર્દને ગુજરાતે 2.60 કરોડમાં ખરીદ્યો
શાહબાઝ અહેમદને લખનૌ એ 2.40 કરોડમાં ખરીદ્યો
ટીમ ડેવિડને RCB એ 3 કરોડમાં ખરીદ્યો
દીપક હુડ્ડા ને CSK એ 1.70 કરોડમાં ખરીદ્યો
વિલ ઝેક્સને મુંબઈએ 2 કરોડમાં ખરીદ્યો
સાઈ કિશોરને ગુજરાતે RTMનો ઉપયોગ કરી 2 કરોડમાં ખરીદ્યો
ગુજરાતે ઇશાંત શર્માને 75 લાખમાં ખરીદ્યો
જયદેવ ઉનડકટને હૈદરાબાદે 1 કરોડમાં ખરીદ્યો
સ્ટીવ સ્મિથ ન મળ્યું કોઈ ખરીદનાર
જયંત યાદવને ગુજરાતે 75 લાખમાં ખરીદ્યો
ફઝલહક ફારુકીને રાજસ્થાને 2 કરોડમાં ખરીદ્યો
રીસે ટોપલેને મુંબઈએ 75 લાખમાં ખરીદ્યો
પ્રિયાંશ આર્યને પંજાબે 3.80 કરોડમાં ખરીદ્યો
સરફરાઝ ખાનને નાં મળ્યું કોઈ ખરીદનાર
શામર જોસેફને મુંબઈએ બેસ પ્રાઇસમાં ખરીદ્યો
સરફરાઝના નાના ભાઈ મુશીર ખાનને પંજાબે 30 લાખમાં ખરીદ્યો
આ પણ વાંચો: આ ગુજરાતી ખેલાડીને IPLમાં લાગી લોટરી
આ પણ વાંચો: IPL મેગા ઓકશનમાં સાત ખેલાડીઓ પર વરસ્યો રૂપિયાનો વરસાદ
આ પણ વાંચો: વેંકટેશ ઐયરને આશ્ચર્યજનક રીતે 23.75 કરોડ રૂપિયામાં ખરીદતું કેકેઆર