અમેરિકામાં મોંઘવારી- અંકુશમાં લેવા માટે યુએસ ફેડરલ રિઝર્વે મોટો નિર્ણય લીધો છે. યુએસ ફેડરલ રિઝર્વે 15 જૂન, 2022ના રોજ વ્યાજ દરોમાં 75 બેસિસ પોઈન્ટ અથવા 0.75 ટકાના વધારાની જાહેરાત કરી છે. ફેડના નિર્ણય બાદ વ્યાજ દરો વધીને 1.75 ટકા થઈ ગયા છે. આ 28 વર્ષમાં સૌથી મોટો વધારો છે. 75 bps નો વધારો 1994 પછી સૌથી વધુ છે. આને વધતી જતી મોંઘવારીને રોકવાના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં મોંઘવારી 40 વર્ષની ટોચે છે. મે મહિનામાં અમેરિકામાં મોંઘવારી દર 8.6 ટકા હતો.
ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે વ્યાજદરમાં વધુ વધારો કરવાનો સંકેત આપ્યો છે. ફેડના ચેરમેને જણાવ્યું હતું કે, ફેડ જુલાઈમાં ફરી 0.75નો દર વધારી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે ફેડ માટે ફુગાવાને નિયંત્રણમાં લાવવો જરૂરી છે.
વૈશ્વિક બજારમાં તેજી
યુએસ ફેડરલ રિઝર્વે માર્ચમાં 2.8% થી 2022 માટે તેનો વિકાસ અનુમાન ઘટાડીને 1.7 ટકા કર્યો છે. ફેડના નિર્ણય બાદ વૈશ્વિક બજારમાં તેજી જોવા મળી રહી છે. ડાઉ જોન્સ લગભગ 300 પોઈન્ટ અને નાસ્ડેક 2.5 ટકા ઉપર છે. એશિયન બજારોમાં મજબૂતીના સંકેતો છે. SGX નિફ્ટી લગભગ 180 પોઈન્ટના વધારા સાથે 15,850ની નજીક ખુલ્યો હતો.
પ્રાવીણ્ય / ભારતે ઓડિશાથી પૃથ્વી-2 બેલેસ્ટિક મિસાઈલનું કર્યુ સફળ પરીક્ષણ, જાણો વિશેષતા
ભારત પર શું થશે અસર?
યુએસ ફેડના વ્યાજદરમાં વધારાને કારણે ભારતીય ચલણમાં કટોકટીનો માહોલ છવાઈ ગયો છે. ફેડના આ નિર્ણયથી ડોલર મજબૂત થશે, પરંતુ તેનાથી રૂપિયાનું વધુ અવમૂલ્યન થઈ શકે છે. રૂપિયો 78ને પાર કરી ગયો છે. આવી સ્થિતિમાં રૂપિયામાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. બુધવારે રૂપિયો સતત ચોથા ટ્રેડિંગ સત્રમાં રેકોર્ડ નીચલા સ્તરે બંધ થયો હતો. ડોલર સામે રૂપિયો 18 પૈસા ઘટીને 78.22 પ્રતિ ડોલરની સર્વકાલીન નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
ફેડના નિર્ણયથી ડોલર મજબૂત થશે તો સોનું નબળું પડશે. તેની અસર ભારતીય બજારો પર પણ જોવા મળશે. સોનાના ભાવ ઘટશે. બુધવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 3 રૂપિયા વધીને 50,304 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે.ફેડ રેટમાં વધારા બાદ વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં વેચાણ કરી શકે છે. આવી સ્થિતિમાં બજારમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. વિદેશી રોકાણકારો પહેલેથી જ તેમના રોકાણકારોને ભારતીય બજારોમાંથી ખેંચી રહ્યા છે. વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી રૂ. 2 લાખ કરોડથી વધુ રકમ ઉપાડી લીધી છે.
HIKE/ દેશમાં મોંઘવારી આસમાને,નવું ગેસ કનેકશન લેવાનું આજથી થયું આટલું મોંઘું,જાણો