ગાંધીનગરઃ ગુજરાતમાં NEET ની પરીક્ષાના કૌભાંડમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. કલેક્ટરની જાગૃતિના લીધે આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી મુજબ જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ કૌભાંડમાં પરશુરામના સાગરિતે રાજ્ય બહારના 11 વિદ્યાર્થીઓ સાથે સંપર્ક કરાવ્યો હતો. જુનિયર ક્લાર્કનું મુખ્ય આરોપી સાથે સીધું જોડાણ બહાર આવ્યું છે.
પરીક્ષા સેન્ટરના નાયબ વડાની કારમાંથી સાત લાખ રૂપિયા રોકડા મળ્યા હતા. આ ઉપરાંત નીટની પરીક્ષાના વિદ્યાર્થીઓમાં છ વિદ્યાર્થી પાસેથી વિદ્યાર્થી દીઠ નીટ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમ હવે નીટ જેવી પરીક્ષાઓ પણ કૌભાંડથી અછૂતી રહી નથી. કૌભાંડીઓનો છેડો નીટ સુધી પણ પહોચ્યો છે. કૌભાંડીઓ માટે નીટ એક પરીક્ષા નહીં જાણે આકડે લટકતું મધ લાગે છે. આ મધ વેચીને તેઓ લાખો રૂપિયા કમાવવા માંગે છે.
જિલ્લા કલેક્ટરે જો સક્રિયતા દાખવી ન હોત તો આ કૌભાંડનો પર્દાફાશ થયો ન હતો. પરીક્ષા કેન્દ્ર પર જિલ્લા કલેકટર, અધિક જિલ્લા કલેકટર અને DEO તપાસ માટે પહોચ્યા હતા. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની ગાડીમાંથી મળી સાત લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરાઈ હતી.
આ કિસ્સામાં અપનાવાયેલી મોડસ ઓપરેન્ડીમાં પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડન્ટના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટમાં કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી હોવાની માહિતી સામે આવી છે. એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું છે.
સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ જણા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો: કેડિલા ફાર્માના રાજીવ મોદી સામે દુષ્કર્મનો કેસ, બલ્ગેરિયન યુવતીનો બાકી પગાર લેવાનો દાવો
આ પણ વાંચોઃ રાજકોટમાં તબીબની બેદરકારીથી માસૂમ બાળકનાં મોત થયાનો આક્ષેપ
આ પણ વાંચો:અમદાવાદમાં શાળાઓ 23મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટનું વિતરણ કરશે