Not Set/ રાજ્યમાં માસ્કનાં દંડ મુદ્દે મોટા સમાચાર, હવે 1 હજારને બદલે આટલા રૂપિયા દંડની રકમ કરવાની રજૂઆત

કોરોના મહામારી બન્યા બાદ રાજ્ય સરકારે ઘણા કડક નિર્ણયો લીધા હતા. ખાસ કરીને જે લોકો માસ્ક ન પહેરતા હોય તેના લોકો પર સરકારે કડક વલણ અપનાવ્યુ હતુ.

Top Stories Gujarat Others
2 192 રાજ્યમાં માસ્કનાં દંડ મુદ્દે મોટા સમાચાર, હવે 1 હજારને બદલે આટલા રૂપિયા દંડની રકમ કરવાની રજૂઆત
  • ગુજરાતમાં માસ્કનાં દંડ મુદ્દે મોટા સમાચાર
  • હવે 1 હજારને બદલે 500 રૂ.દંડની રકમ કરવા રજૂઆત
  • રાજ્ય સરકાર હાઇકોર્ટ સમક્ષ કરશે રજૂઆત
  • જાહેર જનતાનાં હિતને ધ્યાને રાખી કરાશે રજૂઆત

2 193 રાજ્યમાં માસ્કનાં દંડ મુદ્દે મોટા સમાચાર, હવે 1 હજારને બદલે આટલા રૂપિયા દંડની રકમ કરવાની રજૂઆત

કોરોના મહામારી બન્યા બાદ રાજ્ય સરકારે ઘણા કડક નિર્ણયો લીધા હતા. ખાસ કરીને જે લોકો માસ્ક ન પહેરતા હોય તેના લોકો પર સરકારે કડક વલણ અપનાવ્યુ હતુ. જે મુજબ બહાર માસ્ક વિના નિકળતા લોકોને રૂપિયા 1000 દંડ સ્વરૂપે ભરવા પડશે. જો કે હાલમાં કોરોનાનાં કેસ ઘટતા આ દંડમાં ઘટાડો કરવાની ચર્ચાએ જોર પકડ્યુ હતુ.

2 195 રાજ્યમાં માસ્કનાં દંડ મુદ્દે મોટા સમાચાર, હવે 1 હજારને બદલે આટલા રૂપિયા દંડની રકમ કરવાની રજૂઆત

બેકાબૂ કોરોના / વિશ્વમાં કોરોના મહામારીનું તાંડવ, અત્યાર સુધીમાં 38.7 લાખ લોકોનાં થયા મોત

આપને જણાવી દઇએ કે, તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સુચના મુજબ રાજ્ય સરકાર માસ્ક નહી પહેરવા બદલનાં દંડની રકમ રૂપિયા 1000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા નામદાર હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરશે. જણાવી દઇએ કે, રાજ્યમાં લોકો સતત માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નિકળી રહ્યા હોવાની ફરિયાદ અને વધતા કેસ વચ્ચે સરકારનું કડક વલણ સ્વાભાવિક હતુ. જો કે માસ્ક વિના પકડાય તેને રૂપિયા 1000 નો દંડ વધારે હોવાનુ ઘણી વખત ચર્ચામાં આવ્યુ હતુ. જો કે હવે રાજ્ય સરકાર પણ જાહેર જનતાનાં હિતને ધ્યાનમાં રાખીને માસ્ક નહિ પહેરવા બદલનો દંડ રૂપિયા 1000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા નામદાર ગુજરાત હાઈકોર્ટને અનુરોધ કરવા રાજ્ય સરકારનાં સંબંધિત વિભાગોને સૂચના આપી છે.

2 194 રાજ્યમાં માસ્કનાં દંડ મુદ્દે મોટા સમાચાર, હવે 1 હજારને બદલે આટલા રૂપિયા દંડની રકમ કરવાની રજૂઆત

રાજકારણ / રાહુલ ગાંધી આજે કરશે પ્રેસ કોન્ફરન્સ, કોરોના પર જાહેર કરશે શ્વેતપત્ર

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાનાં કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. વળી ગુજરાતમાં પણ સ્થિતિ પહેલાની સરખામણીએ ઘણી સુધરી રહી છે. જે બાદ હવે સરકારે પણ જનતા પર દંડનાં બોઝને ઘટાડવાનો પ્રયત્ન શરૂ કર્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

majboor str 19 રાજ્યમાં માસ્કનાં દંડ મુદ્દે મોટા સમાચાર, હવે 1 હજારને બદલે આટલા રૂપિયા દંડની રકમ કરવાની રજૂઆત